Surat Spa News: સુરત શહેરના કેફે, સ્પા, હોટલો દેહવ્યાપારના અડ્ડા બની ગયા છે. સ્પા અને કેફે બાદ આજે સુરતના સારોલી વિસ્તારની હોટલમાંથી કુટણખાનું (Surat Spa News) પકડાયું છે. વિદેશી મહિલાઓ પાસે અહીં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. સારોલી પોલીસે ગ્રાહકો પકડાયા છે. પોલીસે 4 વિદેશી યુવતીઓને છોડાવી છે.
સારોલી વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું
રાજ્યમાં દેહવ્યાપારની ઘટનાઓ વધતી હોય તેમ દેખાઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં સુરત ખાતે વધુ એક આવી ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે જી હા…સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. શહેરના સરોલી વિસ્તારમાં આવેલ ટાઈમ્સ ગેલેરિયા ઓમકાર હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે રેડ કરીને હોટલ ના મેનેજર,કર્મચારી તેમજ બે ગ્રાહક મળી ચાર લોકોની ધરપકડ કરી છે.
ચાર વિદેશી યુવતીઓને કરાવી મુક્ત
બાતમીને આધારે સારોલી પોલીસે સારોલી ગામના ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટેલમાં રેઈડ કરી હતી. હોટલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી કુટણખાનું ચલાવી રહ્યાં હતાં. તેમજ પોલીસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું હતું કે,અહીંયા હોટેલની આડમાં થાઈલેન્ડ ની યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. તેમજ મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડવામાં આવતી હતી જે બાદ પોલીસ દ્વારા બાતમી આધારે રેડ કરવામા આવી હતી.રેડ દરમિયાન ચાર વિદેશી યુવતીઓ મળી આવતા તેને મુક્ત કરવામાં આવી હતી.
ગ્રાહકો વિદેશી મહિલા સાથે કઢંગી હાલતમાં મળ્યા
પોલીસ પહોંચી ત્યારે ત્યાં ઓમકાર હોટલનો સંચાલક કિશન હિરાલાલ માહતો તથા ગ્રાહક સતીષ જયસુખ સુહાગીયા, રાકેશ રમેશ વાડદોરીયાનાઓ મળી આવ્યા હતા. ગ્રાહકો વિદેશી મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
આ આરોપીઓની કરવામાં આવી ધરપકડ
કિશન હીરાલાલ માહતો (હોટલનો મેનેજર), તપન મૈતી (હોટલનો કર્મચારી), ગ્રાહક સતીષ સુહાગીયા અને અન્ય ગ્રાહક રાકેશ વાડદોરીયાની સરોલી પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App