Ayodhya Yatra: જો તમે પણ અયોધ્યાની ફ્રીમાં યાત્રા (Ayodhya Yatra) કરવા માંગતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. જી હા…રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ 31 ડિસેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
શ્રી રામ જન્મભૂમિના દર્શન માટે મળશે આર્થિક સહાય
ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ હોય છે. દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ “શ્રી રામ જન્મભૂમિ”ના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિ – વનવાસી પ્રજા તેમજ અન્ય નાગરીકો માટે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે ભગવાન “શ્રી રામ”ના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ.5000ની પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
કોણ લઈ શકે યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં 12 વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકોને પોતાના જીવન કાળમાં ફકત એક વાર લાભ લઇ શકે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં વસતા તમામ જાતિ અને વર્ગના કુલ 10,000 યાત્રાળુઓ આ સહાયનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા યાત્રાળુઓએ કરેલ અરજીમાં યાત્રાની તારીખ, યાત્રાળુઓની સંખ્યા, યાત્રાની શરૂઆત તથા પૂર્ણ થયાનું સ્થળ, અરજી તારીખ, અરજી કરનારની સહી, ફોન/ મોબાઈલ નંબર, E-mail Id (ઉપલબ્ધ હોય તો) તેની સ્પષ્ટતા કરવાની રહેશે. અરજી સાથે પુરાવા તરીકે આધારકાર્ડ, ખરાઈ કરેલ જાતિ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંકની ડિટેલ (પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ)ની “સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે.
કેવી રીતે કરશો અરજી?
અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલા હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે. અરજી ન કરી હોય તેવી બીજી કોઈ વ્યક્તિને તેઓ સાથે લઈ જઈ શકશે નહીં. યાત્રાળુઓએ અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” કયા વર્ષમાં યાત્રા માટે અરજી કરવી છે એમ લખવાનું રહેશે. યાત્રા કરતાં પહેલાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ની યાત્રા માટે અરજીઓ સ્વીકારી યાત્રાની મંજૂરી આપવામાં આવશે. પોસ્ટ દ્વારા પણ અરજી સ્વીકારવામાં આવશે. અરજી પ્રવાસની તારીખના 10 દિવસ પૂર્વે કરવાની રહેશે.
View this post on Instagram
દર્શાવેલ સમયગાળા દરમ્યાન જ યાત્રા કરવાની રહેશે
યાત્રા પૂર્ણ કર્યા બાદ પુરાવારૂપે રેલવે આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા/ ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો/ અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના 2 થી 3 રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે. રજીસ્ટ્રેશન અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન જ યાત્રા કરવાની રહેશે. અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી અરજી કરવાની રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App