SBI Vacancy 2025: જો તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. SBIમાં જૂનિયર એસોસિયેટની જગ્યાઓ માટે ભરતી (SBI Vacancy 2025) છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી લદ્દાખ યુટી (લેહ અને કારગિલ ખીણ સહિત)માં થવાની છે.
અહીંયા કરો લોગીન
આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે 27 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. અરજી કરવા માટે ઉમેદવારોએ https://bank.sbi/web/careers/current-openig ની મુલાકાત લઈને સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર લોગિન કરવું પડશે.વય મર્યાદાના માપદંડ મુજબ, 1 એપ્રિલ, 2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ, ઉમેદવારનો જન્મ 2 એપ્રિલ, 1996 પહેલાં અને 1 એપ્રિલ, 2004 પછી થયો ન હોવો જોઈએ.
27મી ડિસેમ્બર પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં
આ ભરતી અભિયાન મારફતે એસબીઆઈમાં કુલ 50 ક્લાર્કની જગ્યાઓ પર નિમણૂક થવાની છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 27 ડિસેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે 27મી ડિસેમ્બર પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
આ જગ્યાઓની પસંદગી માટે પ્રિલિમ પરીક્ષા જાન્યુઆરીમાં અને મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત છે. આ તારીખોમાં ફેરફાર શક્ય છે પોર્ટલ પર નજર રાખવી જરૂરી છે, જેથી તેઓ ચોક્કસ તારીખ વિશે માહિતી મેળવી શકે.
ડોક્યુમેન્ટ્સ રજીસ્ટર કરો
જેઓ SBI જુનિયર એસોસિએટની પોસ્ટ માટે ભરતી માટે અરજી કરે છે. તેઓ સત્તાવાર વેબસાઇટ sbi.co.in/web/careers/current-openingsની મુલાકાત લો. પછી ‘For New Registration’ પર ક્લિક કરો.આ પછી ફોટોગ્રાફ અને સિગ્નેચરને સ્કેન કરેલી ઇમેજ અપલોડ કરો. પછી વ્યક્તિગત વિગતો, કાર્ય અનુભવ, શૈક્ષણિક લાયકાત વગેરે ભરો. ભરતી માટેના અરજી ફોર્મને ક્રોસ ચેક કરો અને સબમિટ કરો. તેની પ્રિન્ટ આઉટ લઇ લો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App