Yagyanti Uma Maheshwar Temple: શંકર ભગવાનના મંદિરમાં કે શિવાલયમાં જઈએ તો પહેલાં ભોલેનાથના પ્રિય નંદીના દર્શન થાય છે. આખા દેશમાં ફક્ત નાસિકમાં જ એવું શિવ-મંદિર છે, જ્યાં નંદી છે જ નહીં. બીજી તરફ આંધ્રપ્રદેશમાં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં નંદીનો (Yagyanti Uma Maheshwar Temple) આકાર સતત મોટો જ થતો જાય છે. એવું કહેવાય છે કે સતત વિસ્તરતા જતા આ નંદીને કારણે આસપાસના કેટલાક પથ્થરના સ્તંભો હટાવવા પડયા છે. આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં શ્રી યોગંતી ઉમા-મહેશ્વર મંદિરમાં આ નંદી જોવા મળે છે.
નંદીનું વધી રહ્યું છે કદ
ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને સમર્પિત આ પુરાતન મંદિરની સ્થાપના દેવતુલ્ય ઋષિ અગસ્ત્યએ કરી હતી એવી માન્યતા છે. બીજી ખાસિયત એ છે કે આ શિવમંદિરમાં શિવલિંગ નથી, પરંતુ એક જ પાષાણમાંની કંડારવામાં આવેલી ઉમા-મહેશ્વરની પ્રતિમાની પૂજા થાય છે. પરાપૂર્વથી એવી માન્યતા છે કે મંદિરમાં સ્થપાયેલી નંદીની મૂળ પ્રતિમા નાની હતી,પરંતુ કાળક્રમે તેનું કદ વધવા માંડયું એટલે તેની આસપાસના એક-બે સ્તંભ હટાવવામાં આવ્યા હતા. જાણકારોના કહેવા મુજબ નંદીની રચના એવા પ્રકારના પથ્થરથી થઈ છે જે પથ્થર વિસ્તરણ પામે છે. આજે ચારે તરફથી શિવભક્તો આ મંદિરમાં દર્શને ઉમટે છે.
આ જગ્યાએ આવેલું છે આ મંદિર
મળતી માહિતી મુજબ ભગવાન શિવનું આ અનોખુ મંદિર હૈદરાબાદથી 300 કિમી દૂર આંધ્ર પ્રદેશના કુરનુલમાં આવેલું છે. આ મંદિરનું નામ યાંગતી ઉમા મહેશ્વર છે, કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 15 મી સદીમાં વિજયનગર સામ્રાજ્ય સંઘનના રાજા હાહીહર બુકકા રાયે કરાવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં વૈષ્ણવ પંરપરા દેખાય છે અને મંદિર પર વિજય નગર, ચાલુક્ય, ચોલ અને પલ્લવ શાસકોની પરંપરા પણ દેખાય છે.
મંદિરનો ઇતિહાસ
પ્રવર્તમાન માન્યતા અનુસાર આ શિવ મંદિરની સ્થાપના અગસ્ત્ય ઋષિ દ્વારા કરવામાં આવી હતી. તેઓ આ સ્થળે ભગવાન વેંકટેશ્વરનું મંદિર બનાવવા માંગતા હતા, પરંતુ અનદીર્ણ નિર્માણ દરમિયાન મૂર્તિનો અંગૂઠો તૂટી જતાં ઋષિ અગસ્ત્ય ખૂબ જ દુઃખી થયા. અને તેમણે ભોલેનાથની પૂજા કરી, તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થાય અને અગસ્ત્ય ઋષિને કહ્યું કે આ જગ્યા કૈલાશ જેવી દેખાય છે માટે અંહિયા શિવ મંદિર બનાવવું જોઈએ. અને આમ ત્યાં શિવ મંદિરનું નિર્માણ થયું.
મંદિરની આસપાસ નથી આવતા કાગડા
એક લોકવાયકા અનુસાર કહેવાય છે કે જ્યારે અગસ્ત્ય ઋષિ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે કાગડાઓએ તેમને ખૂબ હેરાન કર્યા હતા તેમના કર્કશ આવાજથી તેમની તપસ્યામાં ખલળે પડતાં ગુસ્સે થઈને અગસ્ત્ય ઋષિએશ્રાપ આપ્યો કે તે આ જગ્યાએ હવે જો એક પણ કાગડો દેખાશે તો તેને મારી નાંખશે બસ ત્યારથી તે મંદિરની આસપાસ ક્યારેય કાગડા જોવા મળ્યા નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App