આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં કોલ્ડવેવનો કહેર શરૂ, હવામાન વિભાગની કડકડતી આગાહી

Gujarat Coldwave Update: ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી પણ આકરું રૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન (Gujarat Coldwave Update) રહ્યું છે. નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ હવાાન વિભાગે રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી કરી છે.

7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. તો ઓખામાં 18. 6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું
એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું છે. મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જે બુધવારે 14.8 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. આમ અમદાવાદના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઉછાળો નોંધાયો હતો. ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેલની આગાહી
ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. આમ આ વિસ્તારનો લોકો કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારો ઉપરાંત ગુજરાતના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ તાપમાન માઈનસમાં પહોંચી જતાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

અંબાલાલ પટેલે કરી આ આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગ નું રેડ એલર્ટ છે. ગુજરાત પર શુ આફત આવશે તે આગાહી જોઈ લઈએ.