BAPS સ્વામિનારાયણ મંદિર અરિયાણાના દશાબ્દિ મહોત્સવ અંતર્ગત તૈયાર થયું ભવ્ય નગર, જુઓ મનમોહક વિડીયો

BAPS Swaminarayan Nagar Olpad: આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કરી હતી. આ સંસ્થા નું પોષણ અને સંવર્ધન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે (BAPS Swaminarayan Nagar Olpad) અસહ્ય પગના દુખાવો હોવા છતાં તારીખ 21-01-1985 ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અરિયાણા ગામે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આ વિચરણ દરમિયાન તેમણે અરિયાણા ગામમાં યુવક મંડળની સ્થાપના કરી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ વચન આપતા જણાવ્યું હતું કે આપ બધાનો પ્રેમ જોઈને અહીં આવવાનું થયું.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણ બાદ હાલમાં સુરતના ગ્રામ્ય વિસ્તારમાં 120 કરતા વધુ ગામોમાં બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ ફેલાયેલો છે. જેના મૂળમાં અરિયાણા ગામમાં પ્રમુખસ્વામી મહારાજનું પીડા ભર્યું વિચરણ રહેલું છે.

આવા મહાપ્રસાદી યુક્ત તીર્થસ્થાન અરિયાણા ગામમાં સાલ 2014માં સુંદર બે માળનું કલા-કોતરણી યુક્ત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું હતું. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી દ્વારા 28 નવેમ્બર 2014 ના રોજ કરવામાં આવી હતી.

સુરતના ઓલપાડમાં આવેલા અરિયાણા ગામમાં 2024માં સુંદર મજાનું બીએપીએસનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે તે મંદિરને દશ વર્ષ પૂર્ણ થતા તેના દશાબ્દી મહોત્સવ દરમિયાન આખા વર્ષમાં અલગ અલગ કાર્યક્રમ તથા સેવાકીય પ્રવુતિ આ ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી.આ સાથે જ મંદિરના દશાબ્દી મહોત્સવના ઉત્સવ નિમિતે માનવ ઉતકર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ અંતર્ગત ગામમાં આઠ વીઘા જમીનમાં પ્રેરણાદાય અને આનંદકિલ્લોલ નગરી તૈયાર કરવામાં આવી છે.આ સાથે જ 18 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.જેનું ઉદ્ઘાટન 10 ડિસેમ્બરના રોજ થયું હતું.તેમજ આ નગરના દર્શન 22 ડિસેમ્બર સુધી હરિભક્તો કરી શકશે

ઉજવાઈ રહ્યો છે અરિયાણા મંદિર દશાબ્દિ મહોત્સવ
આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અરિયાણાને 2024ની સાલમાં 10 વર્ષ પૂર્ણ થતા હોવાથી દશાબ્દી મહોત્સવ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરિયાણા મંદિર દશાબ્દિ મહોત્સવના મુખ્ય ઉત્સવ રૂપે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે.

માનવ ઉત્કર્ષ મહોત્સવ-પ્રેરણાદાય અને આનંદ કિલ્લોલ નગરી
નગર દર્શન તારીખ: 15 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર 2024
સમય: દરરોજ સાંજે 5 થી રાત્રે 11 કલાક સુધી
સ્થળ: ગામ-અરિયાણા, દાંડી રોડ, તાલુકો-ઓલપાડ, સુરત-૩૯૫૦૦૫
ફક્ત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે માનવ ઉત્કર્ષ મહોત્સવ તારીખ 21 ડિસેમ્બરને શનિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી શરૂ રહેશે.

માનવ ઉત્કર્ષ મહોત્સવના મુખ્ય આકર્ષણ
આકર્ષક પ્રવેશ દ્વાર: પ્રવેશ સ્થતાની સાથે જ દિવ્યતાનો અનુભવ કરાવતો આકર્ષક પ્રવેશ દ્વાર તૈયાર કરવામાં આવ્યો છે.
મંદિરની પ્રતિકૃતિ: અરિયાણા મંદિર દશાબ્દિ મહોત્સવ પ્રસંગે નગરમાં મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સુરતના ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકો દ્વારા સહમતથી કરવામાં આવી છે. જેમાં પ્રથમ ખંડમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, દ્વિતીય ખંડમાં ભગવાન શ્રીરામ અને સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, તૃતીય ખંડમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓ દર્શન આપી રહી છે. ચતુર્થ ખંડમાં ભગવાન શિવ પાર્વતી સાથે ગણેશજીની મૂર્તિઓ પધરાવવામાં આવેલ છે.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ મૂર્તિ: નગરમાં પ્રવેશ થતા ની સાથે જ પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય મૂર્તિના દર્શન થશે.
મન મોહક ગાર્ડન: નગરમાં 5,000 કરતા વધારે છોડનો ઉપયોગ કરી મનમોહન ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેમાં તમે પ્રકૃતિની સુંદરતા અને મધુરતા માણી શકશો.
આનંદ કિલ્લોલ બાળ નગરી: નાના ભૂલકાઓ માટે વિવિધ રાઇડ્સ અને રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ નજીવા દરે તમામ રાઇડસ અને રમતોનો લાભ લઈ શકાશે.
પ્રેમવતી ઉપહાર ગૃહ: દર્શનાર્થીઓ અને મુલાકાતિઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજન નજીવા દરે મળી જશે.
પ્રેરણાદાયી પ્રદર્શન ખંડો: જુદા જુદા છ પ્રદર્શન ખંડોમાં વિવિધ માધ્યમો દ્વારા વિવિધ પ્રેરણાઓ પ્રાપ્ત થશે.
ચલો તોડ દે યે બંધન: વ્યસન ના દાનવ થી મુક્તિ પામવા માટે સત્ય ઘટના આધારિત શોર્ટ ફિલ્મ દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવ્યો છે.
સંત પરમ હિતકારી: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હિતકારી કાર્યોને પરણાવતી શોર્ટ ફિલ્મ રજૂ થશે.

ધ વિલેજ ઓફ બુઝો: બાળકો પ્રાપ્ત કરશે માતા પિતા ના બલિદાન અને ઉપકારનો ભાવનાત્મક સંદેશ.
પિંજર: નગરના તમામ દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર અને સૌથી વધુ જોવાતો પ્રદર્શન ખંડ, આ પ્રદર્શન ખંડમાં બાળકો અને યુવાનોનો ભયાનક મિત્ર એટલે કે મોબાઈલ ફોન ના ઉપયોગના અવેરનેસ માટે સુરત ગ્રામ્યના બાળકો અને યુવાનો દ્વારા સત્ય ઘટના આધારિત લાઈવ પ્રસ્તુતિ માણવા મળશે.
નારી ઉત્કર્ષ મંડપમ: સંપૂર્ણ મહિલાઓ દ્વારા આયોજિત આ પ્રદર્શન ખંડમાં સુરત ગ્રામ્યની બાલિકા યુવતી બહેનો દ્વારા સત્ય ઘટના આધારિત લાઈવ સોમનાથ માણવા મળશે.
નિત્યાનંદ: આ પ્રદર્શન ખંડમાં પરિવારમાં સદા માટે આનંદ અને સુખ રહે તે માટેનો અકસીર ઈલાજ પ્રાપ્ત થશે.