રોડ પર કારમાં રંગરેલીયા માનવી રહેલા કપલને જોઈ પોલીસ શરમથી થઈ ગઈ પાણી પાણી

UP Dancing Car: ઉત્તર પ્રદેશના નોઈડામાં પોલીસને બુધવારની મોડી રાત્રે સેક્ટર 49 વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે કારમાં અશ્લીલ હરકતો કરી રહેલ એક મહિલા અને પુરુષની (UP Dancing Car) ધરપકડ કરી છે. પોલીસે આ બંને વિરુદ્ધ કેસ નોંધી કારને પણ જપ્ત કરી લીધી છે.

મળતી માહિતી મુજબ પોલીસને રાત્રે લગભગ 11:00 વાગે ખબર મળી હતી કે સેક્ટર 50 ના મેટ્રો સ્ટેશન પાસે રોડ પર એક ગાડી ઊભી છે, જેમાં એક પુરુષ અને મહિલા અશ્લીલ હરકતો કરી રહ્યા છે. આ ઘટનાને લીધે ત્યાંથી પસાર થતી ગાડીઓને પણ શરમનો અનુભવ કરવો પડી રહ્યો હતો.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્ટેશન થી પોલીસ રવાના થઈ ગઈ હતી અને ઘટના સર્પ પર પહોંચી બંનેને હિરાસતમાં લીધા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે બંને એકબીજાને જાણે છે અને પોતાની ભૂલનો શિકાર કરી માફી પણ માંગી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ પુરુષ બરોલા ગામનો નિવાસી છે, જ્યારે મહિલા 31 વર્ષની મૂળ રૂપે બિહારના સીતામઢી જિલ્લાની રહેવાસી છે. હાલમાં તે ગ્રેટર નોઈડા ના એક ગામમાં રહે છે. હાલમાં નોઈડા પોલીસે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે સાથે જ મોટર વાહન અધિનિયમ અંતર્ગત તેની કાર પણ જપ્ત કરી લીધી છે.

જણાવી દઈએ કે આ કોઈ પહેલો આવો કિસ્સો નથી પરંતુ આ પહેલા પણ ઘણી જગ્યા પર આવી ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને મેટ્રો ની અંદર ઘણી વખત કપલ આ પ્રકારની અશ્લીલતા ફેલાવતા હોય છે. આવી ઘટનાના ઘણા વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે.