સ્વેટર પહેરશો કે રેઇનકોટ? ગુજરાતના આ વિસ્તારોમાં છવાશે વરસાદી માહોલ, જાણો આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના વાતાવરણમાં અત્યારે અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ ઘાઢ ઘુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેના પગલે વિઝિબિલિટી પણ ઓછી (Gujarat Rain Forecast) થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વાતાવરણમાં આવેલા પટલાના પગલે ભરશિયાળે વરસાદની પણ શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.ત્યારે સપ્તાહના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાશે અને માવઠું થશે.

છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ
ગુજરાતમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી હતી. આ સાથે ઉત્તરીય ભાગો તરફથી ફૂંકાયેલા બર્ફિલા પવનને કારણે દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો. રવિવારે રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ઘટ્યું હતું અને દિવસભર વાદળછાયું હવામાન સર્જાયું હતું.

7.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર
અત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે નલિયામાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. અત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રી જેટલું લઘત્તમ તાપમાન રહેલું છે ત્યારે રવિવારે 7.2 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.1 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી, રાજકોટ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

24 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે
હવામાન વિભાગે જણાવ્યું કે,રાજ્યમાં આગામી ત્રણ દિવસ શુષ્ક હવામાનની સંભાવના છે. અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે. 24 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે બાદ તાપમાનમાં વધારે વધારો નોંધાશે.

અહીંયા વરસાદની શક્યતા
તાપમાન વધતાનું કારણ આપતા તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે. 48 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે બાદ તાપમાનમાં વધારે વધારો નોંધાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.