Accident Viral Video: ઉત્તર પ્રદેશના આગ્રામાં હિટ એન્ડ રનનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગરા-દિલ્હી નેશનલ હાઈવે પર એક કન્ટેનર ટ્રકે મોટરસાઈકલ સવાર બે યુવકોને ટક્કર મારી હતી. મોટરસાયકલ સાથે બંને યુવકો ટ્રકના આગળના ભાગમાં ફસાઈ ગયા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના 41 સેકન્ડના વીડિયોમાં (Accident Viral Video) સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે યુવકો કન્ટેનર ટ્રકની આગળ બોનેટ પકડીને લટકી રહ્યા છે અને હેલ્પ, હેલ્પની બૂમો પાડી રહ્યા છે, જ્યારે ટ્રક ડ્રાઈવર જાણે કે બેરો હોય એમ પોતાનો ટ્રક ચલાવી રહ્યો છે. ત્યારે આ વિડીયો જોઈને ભભલા હચમચી ગયા હતા.
ટ્રક સાથે યુવાનો અડધો કિલોમીટરે દૂર ઘસડાયા
વીડિયોમાં જોઈ શકાય છે કે મોટરસાઈકલ રસ્તા પર ઘસડાઈ રહી હોવાથી સતત તણખા નીકળી રહ્યા છે. એક યુવક ટ્રકની નંબર પ્લેટ પકડીને ખેંચી રહ્યો છે અને બીજો તેને ટ્રકમાં ફસાયેલી મોટરસાઇકલની ઉપર ખેંચી રહ્યો છે. બંને સવારો પોતાનો જીવ બચાવવા માટે ‘બચાવો-બચાવો’ની બૂમો પાડી રહ્યા છે. હાઇવે પર વાહનવ્યવહાર ચાલે છે, રાહદારીઓ આવતા-જતા હોય છે. કન્ટેનર ટ્રક બંને યુવાનોને મોટરસાઇકલ સાથે અડધો કિલોમીટર સુધી ખેંચી ગયો હતો.
લોકોએ બુમાબુમ કરી હતી
આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ કન્ટેનર ટ્રકને રોકવા માટે બૂમો પાડી હતી, પરંતુ ચાલક વધુ ઝડપે હંકારી રહ્યો હતો. આ અકસ્માત રામબાગ ઈન્ટરસેક્શન પર થયો હતો. મોટરસાઈકલ સવાર ઝાકીર અને રબ્બી નુનિહાઈ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ડીએલ 1જીઇ 1374 નંબરના એક ઝડપી કન્ટેનર ટ્રકે તેની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. અથડામણને કારણે મોટરસાઇકલ સાથે બંને યુવકો કન્ટેનર ટ્રકની આગળ પડી ગયા હતા. ટ્રકના આગળના ભાગમાં મોટરસાઇકલ ફસાઇ ગઇ હતી અને બંને યુવકો પણ એકસાથે ફસાઇ ગયા હતા.
आगरा -हाइवे का रोंगटे खड़े करने वाला वीडियो वायरल,ट्रक के आगे बंपर में फंसे दो युवकों के वीडियो वायरल,हाइवे पर बाइक सवारों को रौंदता ले गया था ट्रक ,बाइक और दोनों युवक दौड़ते ट्रक के नीचे फंसे रहे pic.twitter.com/CDeNRZ8btV
— Pushpendra yadav jhansi 🇮🇳 (@Pushpendrayad13) December 23, 2024
ટ્રક ચાલકને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો
મોટરસાઇકલ સાથે બંને યુવકોને લગભગ 500 મીટર સુધી ખેંચીને ચાલકે ટ્રકને અટકાવી ત્યારે ત્યાંથી પસાર થતા લોકોએ પિત્તો ગુમાવી દીધો હતો અને તેને રસ્તા પર ઢીંકા અને પાટાથી માર મારવાનું શરૂ કર્યું હતું. લોકોએ ટ્રકને પાછળ ધકેલી, મોટરસાઇકલ બહાર કાઢી અને તેમાં ફસાયેલા બંને યુવાનોને હોસ્પિટલ લઇ ગયા. લોકોએ જ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. છટ્ટા પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો હતો. એસીપી હેમંત કુમારે જણાવ્યું કે સંબંધિત કલમો હેઠળ ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
आगरा -हाइवे पर बाइक और दोनों युवक दौड़ते ट्रक के नीचे फंसे रहे,ट्रक चालक ने रोका नहीं और कई किलोमीटर तक घसीटता ले गया,भीड़ ने ट्रक चालक को उतार कर जमकर पीटा,उसका भी वीडियो वायरल है, पुलिस ने गिरफ्तार कर लिया है,@Uppolice @agrapolice @ravishndtv @Smita_Sharma @BBCHindi pic.twitter.com/QLRccXKLq8
— Naseem Ahmad Journalist NDTV (@NaseemNdtv) December 23, 2024
ડ્રાયવર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી
છટ્ટા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રમોદ કુમારે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ બંને યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે. બંને યુવકો આગ્રાના હતા. ઘટના બાદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી અને કન્ટેનર ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી ઘટનાના એક વીડિયોમાં ટ્રકની આગળ ફસાયેલા બે યુવકો મદદ માટે બૂમો પાડતા જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ટુ-વ્હીલર પર પસાર થઈ રહેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App