ઓમ શાંતિ: જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનોને નડ્યો અકસ્માત, 5 જવાનો શહીદ

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારની સાંજે આર્મી નું વાહન 350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ વાનમાં 18 જવાનો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી પાંચ જવાનો શહીદ થયા છે. તેમજ 13 જવાનો ઘાયલ છે, તેમાંથી ચારની હાલત હજુ પણ ગંભીર છે.

દુર્ઘટનાની જાણકારી મળતા જ સેનાની ક્વીક રિસ્પોન્સ ટિમ ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન પૂરું થઈ ગયું છે.

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાફલામાં કુલ ૬ ગાડીઓ હતી, જે પૂંછ જિલ્લા પાસે ઓપરેશનલ ટ્રેકથી બનોઇ વિસ્તાર તરફ જઈ રહી હતી. આ દરમિયાન વાહનના ડ્રાઈવરે સંતુલન ગુમાવી દીધું હતું, જેના લીધે આ વાન ખાઈમાં પડી ગઈ હતી.

દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા તમામ 11 જવાનો મરાઠા રેજીમેન્ટના હતા. સેનાએ આ ઘટનામાં કોઈ પણ પ્રકારનું આતંકી એંગલ હોવાની સંભાવના નકારી દીધી છે.