America Plane Crashe: સાઉથ કોરિયા અને કઝાકિસ્તાન બાદ હવે અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણે ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટના એક મોટા ગોડાઉનની છત સાથે ટક્કર બાદ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત સમયે વેરહાઉસમાં 100થી વધુ લોકો હાજર હતા. પ્લેન ક્રેશ (America Plane Crashe) થતાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ પ્લેન ક્રેશ દુર્ઘટના કેલિફોર્નિયાના ફુલર્ટન એરપોર્ટ પાસે થઈ હતી. અહીં એક નાનું વિમાન મોટા ગોડાઉનની છત સાથે અથડાયું હતું.
ફાયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ફુલર્ટન પોલીસના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સ અનુસાર, આ ઘટના ગુરુવારે બપોરે બની હતી. પોલીસને આ દુર્ઘટનાની માહિતી ઓરેન્જ કાઉન્ટીના ફુલર્ટન શહેરમાં બપોરે 2:09 વાગ્યે મળી હતી. વેલ્સે જણાવ્યું કે પોલીસ અને ફાયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી હતી. આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. વેલ્સે કહ્યું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તે કયા પ્રકારનું પ્લેન હતું અથવા ઘાયલ લોકો પ્લેનમાં સવાર હતા કે બિલ્ડિંગની છત પર હતા. કેએબીસીના વિડિયો ફૂટેજમાં મોટી ઇમારતની ટોચ પરથી ધૂમાડો નીકળતો દેખાય છે.
ફુલર્ટનમાં લગભગ 140,000 લોકો રહે છે
પ્લેન ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. આ એરપોર્ટ પર એક રનવે અને એક હેલિપેડ છે. તે પ્રાદેશિક ટ્રેન લાઇન, મેટ્રોલિંકની નજીક સ્થિત છે અને તેની આસપાસ રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો છે. વાસ્તવમાં ફુલર્ટનમાં લગભગ 140,000 લોકો રહે છે જે લોસ એન્જલસથી લગભગ 25 માઇલ (40 કિલોમીટર) દક્ષિણપૂર્વમાં આવેલું છે.
અગાઉ પણ પ્લેન ક્રેશ થયું હતું
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દક્ષિણ કોરિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું. યોનહાપ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ કોરિયામાં એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે રનવે પરથી લપસી જતાં વિમાનમાં આગ લાગતાં 179 લોકોનાં મોત થયાં હતાં.
One dead, 15 injured after a plane crashed through the roof of a warehouse near Fullerton Municipal Airport. pic.twitter.com/6gimROY2y8
— Mr Producer (@RichSementa) January 3, 2025
માહિતી આપતાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, જેજુ એરનું પ્લેન મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે રનવે પરથી સ્લીપ થઇ ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરનું બોઇંગ 737-800 હતું. 175 મુસાફરો અને છ ફ્લાઇટ એટેન્ડન્ટ્સને લઈને જેજુ એરનું વિમાન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું ત્યારે તે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App