આવ મારા ખોળામાં બેસી જા! આવું કહી મેટ્રોમાં બે મહિલાઓ બાખડી પડી, જુઓ વિડીયો

Metro Viral Video: દેશમાં અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ દિલ્હી મેટ્રો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હંમેશા ચર્ચામાં હોય છે. જે રીતે ચાંદની ચોક ખાવા માટે વખણાય છે, હૈદરાબાદ બિરયાની માટે વખણાય છે તે જ રીતે દિલ્હીની મેટ્રો (Metro Viral Video) ઝઘડાઓ માટે વખણાય છે.

સીટ ને લઈને જગાડવું એ કોઈ નવી વાત નથી પરંતુ ક્યારેક લોકો આ ઝઘડાની સીમાઓનું ઉલ્લંઘન કરે છે અને લોકો તેનો લાભ ઉઠાવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીટ માટે બે મહિલાઓ બાખડી પડી હતી કે જાણે વિશ્વયુદ્ધ થઈ રહ્યું હોય.

મેટ્રોમાં એકબીજાના વાળ પકડ્યા
વાયરલ વીડિયોમાં દિલ્હી મેટ્રોનો સીન જોવા મળે છે. જે કાયમની જેમ યાત્રિકોથી ખચાખચ ભરેલો હોય છે. પરંતુ દેશની સત્તા અને દિલ્હી મેટ્રોમાં એક વસ્તુ કોમન છે. અહીંયા સીટ માટે હંમેશા બબાલ થતી હોય છે. ક્યારેક ગડદા પાટુ બોલે છે તો ક્યારેક વાળ ખેંચાય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સીટ ન મળવાને કારણે મહિલા અન્ય મહિલા ના ખોળામાં બેસી જાય છે. અને પછી જે શરૂ થયું તે જોઈ લોકો ખૂબ આનંદ લઈ રહ્યા છે. લોકો મફતનું મનોરંજન મેળવી રહ્યા છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
વિડીયો સોશિયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વિડીયો લાખો લોકોએ જોયો છે. વિડીયો જોયા બાદ વિચિત્ર પ્રકારના સજેશન લોકો આપી રહ્યા છે. કહે છે ઝઘડો લોકો વચ્ચે થાય છે વારો બિચારા વાળનો પડી જાય છે. અન્ય એક લખે છે કે મહિલાઓને સાચે જ રડતા નથી આવડતું. એટલા માટે તેઓ હંમેશા વાળને જ ટાર્ગેટ કરે છે.