માણસો જ નહીં જનાવર પણ કરે છે આપઘાત, વિશ્વાસ ના આવે તો જોઈ લો વિડીયો

Got Suicide Viral Video: જો તમે એવું માનતા હોવ કે ફક્ત માણસો જ આત્મહત્યા જેવું ખોટું પગલું ભરે છે તો તમે ખોટા છો. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક શોધથી સામે આવ્યું છે કે માણસ જ નહીં પરંતુ જનાવરો પણ ટેન્શનને લીધે આત્મહત્યા કરે છે. જનાવરોના (Got Suicide Viral Video) જીવનમાં પણ ઘણા એવા મોડ આવે છે જ્યારે તેઓ આત્મહત્યા જેવા પગલાં ભરે છે. હાલમાં એવો જ એક વિડીયો ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે જેમાં એક બકરી સળગતી આગમાં જાણી જોઈને છલાંગ લગાવી દે છે. આ વિડીયો ચોંકાવનારો છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાડ થીજાવતી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઘરમાં જ ચીમની સળગાવી હતી. રૂમમાં પાલતુ બકરી પણ છે જે અચાનક આ સળગતી ચીમનીમાં કૂદી જાય છે. આ જોઈને ઘરનો છોકરો તરત જ તેના પગ પકડીને તેને બહાર ખેંચીને તેનો જીવ બચાવે છે. પરંતુ આમ છતાં બકરી માનેતી નથી અને ફરીથી ચીમનીમાં જતી રહે છે. જાણે એણે નક્કી જ કરી લીધું હોય કે આજે તો મરી જ જવું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ચીમનીમાં કૂદતાની સાથે જ છોકરો તેને ફરી વખત બચાવવા માટે દોડે છે. પછી મહા મહેનતે તેને તે ચીમની માંથી બહાર કાઢે છે. એટલું જ નહીં બકરીને જોઈને તેનું બચ્ચું પણ ચીમનીમાં કૂદી જાય છે જેને પણ આજ છોકરો બહાર કાઢે છે.

અહીં આ જુઓ વિડિયો

ખૂબ ચૌકાવનારો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો જેને અત્યાર સુધી લગભગ ચાર કરોડથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. કેટલાક લોકો આ ક્લિપને ભયાનક કહી રહ્યા છે તો કેટલાક લોકોનું કહેવું છે કે બકરીઓ આગથી ડરતી નથી. એક યુઝર એ કમેન્ટ કરી કે કોઈ જણાવશે કે શું થઈ રહ્યું છે. અન્ય એક યુઝર લખે છે કે બકરીની આ હરકત ચોકાવનારી છે. જોકે આપણે એ પણ જાણી શકતા નથી કે બકરી કયા દુઃખમાંથી પસાર થઈ રહી છે.