મોતના 11 વર્ષ બાદ સપનામાં આવી પતિએ પત્નીને કરી પ્રેગનેન્ટ, જાણો સમગ્ર મામલો

Pregnant Viral News: આજકાલના સમયમાં આપણને ઘણી એવી ઘટનાઓ જોવા મળે છે જે વિજ્ઞાનને પણ વિચારવા પર મજબૂર કરી દે છે. હાલમાં જ આવા એક મામલે તમામ લોકોને ચોંકાવી દીધા છે, જ્યાં એક વાયરલ વીડિયોમાં એક મહિલા દાવો કરે છે કે તેણે પોતાના પતિના (Pregnant Viral News) મૃત્યુના 11 વર્ષ બાદ એક છોકરાને જન્મ આપ્યો છે. મહિલાનું કહેવું છે કે તેના પતિ કાયમ તેના સપનામાં આવે છે એટલા માટે તે પ્રેગનેટ થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહિલા જણાવે છે કે તેના પતિનું મૃત્યુ 11 વર્ષ પહેલા થયું હતું. પરંતુ કાયમ તેનો પતિ તેના સપનામાં આવ્યા કરે છે, જેના લીધે જે પ્રેગનેટ થઈ ગઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે મહિલાને તેના બાળકના પિતા વિશે પૂછવામાં આવ્યું તો તે કહે છે કે આ બાળક તેના મૃત પતિનું છે. જોકે તેના આ દાવાને ખોટો માનવામાં આવી રહ્યો છે.

જુઓ વિડિયો શું કહ્યું મહિલાએ

જોકે પોતાના ઉટપટાંગ દાવાને કારણે આ મહિલા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. કેટલાક લોકોએ ડીએનએ ટેસ્ટની માંગ કરી છે, તો મોટાભાગના લોકો મજા લઈ રહ્યા એક યુઝરે કમેન્ટ કર્યું કે આવું ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

આવું પહેલી વખત નથી જ્યારે કોઈ મહિલાએ પોતાના પતિના મૃત્યુ બાદ મહિનાઓ પછી ગર્ભવતી હોવાનો દાવો કર્યો છે. આના પહેલા અમેરિકાના ફ્લોરિડામાં મેરી નામની એક મહિલાએ પતિના મૃત્યુ બાદ 9 મહિના પછી એક બાળકને જન્મ આપ્યો.એક આવો જ કિસ્સો બ્રિટનનો પણ છે, જેમાં પતિના મૃત્યુ બાદ આઈવીએફ દ્વારા પ્રેગ્નેન્ટ થવાની વાત કરી હતી.

જોકે આ બંને મામલામાં તર્ક છે. કારણ કે મેરીના પતિના મોતના થોડા સમય પહેલા જ તે ગર્ભવતી થઈ અને આવું મુમકીન છે. તેમજ એસ્ટર નું બે વર્ષ બાદ માં બનવું એક પ્લાનિંગ કરેલું આઇવીએફ ટ્રીટમેન્ટનું પરિણામ હતું. પરંતુ આ વાયરલ વિડીયોમાં મહિલાએ જે વાત કહી તે વૈજ્ઞાનિક રીતે અસંભવ છે.