VIDEO: કોના બાપની દિવાળી; સેલ્ફી લેતાં ફોન પાણીમાં પડ્યો તો અધિકારીએ આખું જળાશય કરાવ્યું ખાલી

Chhattisgarh Viral Video: એક સરકારી અધિકારીનો ફોન જળાશયમાં પડી ગયો તો આખું જળાશયનું પાણી જ ખાલી કરાવી દીધું. એક સરકારી અધિકારીને એક સેલ્ફી (Chhattisgarh Viral Video) મોંઘી પડી ગઈ હતી. જેને શુક્રવારના રોજ ફરજ મોકૂફ કરવામાં આવ્યો હતો. કારણ કે તેના નવા ફોનની શોધખોળ માટે છત્તીસગઢના એક જળાશયમાંથી 21 લાખ લીટર પાણી કાઢવામાં આવ્યું હતું.

સેલ્ફી લેતા વખતે પાણીમાં પડ્યો મોંઘો ફોન
કોયલીબેડા બ્લોકના ફૂડ ઓફિસર રાજેશ વિશ્વાસ પોતાના મિત્રો સાથે પંખાજુરના પરાલકોટ જળાશય પાસે પાર્ટી કરવા માટે ગયા હતા. સેલ્ફી માટે તેમણે પોતાનો ફોન કાઢ્યો અને ફોન પાણીમાં પડી ગયો હતો. આ અધિકારીએ ફોન શોધવા માટે આખુ જળાશય ખાલી કરાવી દીધું. તેમજ આ મામલે હવે આ ફૂડ ઓફિસરને તેના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સ્થાનિક કલેક્ટરે સસ્પેન્શનની પુષ્ટિ કરતા કહ્યું કે અધિકારીની પાસે પાણી કાઢવાનો કોઈ અધિકાર ન હતો એટલા માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ફૂડ ઓફિસર રાજેશ વિશ્વાસ કાકેર જિલ્લાના પંખાજુરમાં ફરજ બજાવે છે. તેની પાસે 95 હજાર રૂપિયાની કિંમત નો એક samsung s23 અલ્ટ્રા ફોન હતો. વિશ્વાસ 21 મેના રોજ મિત્રો સાથે પરલકોટ જળાશયમાં પિકનિક માટે ગયા હતા. જા સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો ફોન 10 ફૂટ ઊંડા જળાશયમાં પાડી દીધો હતો.

બે દિવસમાં જળાશયમાંથી કાઢવામાં આવ્યું પાણી
રાજેશ વિશ્વાસએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે જો કે હું એક સ્થાનિક છું, એવામાં કેટલાક ગ્રામિણો જે તરવાનું જાણે છે તે મારા ફોનની શોધખોળ માટે આવ્યા હતા. તેઓ બે દિવસ સુધી આની શોધખોળ કરતા રહ્યા હતા. જ્યારે મંગળવાર સુધી ફોનનો પતો ન લાગ્યો તો, તેમણે સલાહ આપી કે તળાવમાંથી થોડું પાણી કાઢી દો. મેં કહ્યું કે ત્યાં સુધીમાં તો ફોન ખરાબ થઈ જશે. પરંતુ સ્થાનિકોના દબાણને કારણે તેમણે આ જોડાશે ખાલી કરાવ્યું હતું.

જળ સંસાધન વિભાગના એસડીઓએ આપી હતી મૌખિક પરવાનગી
તેઓ એ બે મહિના પહેલા જ ફોન ખરીદ્યો હતો અને જળાશયમાં પડ્યા બાદ તે ખૂબ મુશ્કેલીમાં હતા. તેણે જણાવ્યું કે મેં જળ સંસાધન વિભાગના એસડીઓને ફોન કર્યો હતો. જ્યાં તેમણે મને મૌખિક અનુમતિ આપી કારણકે તે ફક્ત થોડા ફૂટ જ પાણી હતું. મંગળવારની રાત્રે મે 7500માં એક ડીઝલ પંપ ભાડે લીધો અને બે દિવસની અંદર જળાશયમાંથી લગભગ ત્રણ ફૂટ પાણી કાઢ્યું હતું.

ત્યારબાદ આ મામલો કલેકટર સુધી પહોંચ્યો હતો. કારણ કે જળાશયમાંથી લગભગ 21 લાખ જેટલું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. જેના લીધે સામાન્ય જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જેના લીધે કલેકટરને ફરિયાદ કરાતા કલેકટરે આ અધિકારીને સસ્પેન્ડ કર્યો હતો.