હવે આ તોડબાજ પોલીસ વાળો કોઈ પાસે નહીં ઉઘરાવે પૈસા, ડ્રાઇવરે કર્યા એવા હાલ જુઓ વિડીયો….

Police Viral Video: ટ્રાફિક પોલીસકર્મી પાસેએ અધિકાર નથી હોતો કે તે કોઈ પણ ડ્રાઇવર પર હાથ ઉઠાવે. પરંતુ ગરીબ અને કાયદો ન જાણનાર લોકો કાયમ પોલીસવાળાના (Police Viral Video) હાથે ચડી જાય છે. પરંતુ મહારાષ્ટ્રના એક ટેક્સી ડ્રાઇવર પોલીસવાળાને એવો ઉધડો લીધો કે તે માફી માંગવા લાગ્યો. પોલીસકર્મીની બધી હેકડી નીકળી ગઈ હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો ડ્રાઇવરે કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો.

આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ એકમાં પોલીસ કર્મી ડ્રાઇવરને વિડિયો બનાવતા જોઈ ભડકી જાય છે અને તેને બે તમાચા મૂકી દે છે. તેનાથી તે વ્યક્તિ ખરાબ રીતે ગુસ્સે થાય છે અને વિડીયો બનાવતા પોલીસકર્મીને મોટી મોટી ગાળો ભાંડી રહ્યો છે. આ પોસ્ટ પર તમામ લોકો ટેક્સી ડ્રાઇવરના સપોર્ટમાં કમેન્ટ કરી રહ્યા છે.

પોલીસકર્મીએ માફી માંગી
આ વીડિયોની શરૂઆત થતાં જ ટ્રાફિક પોલીસ હવાલદાર ગાડીની અંદર આવી બેસી જાય છે. જ્યારે વ્યક્તિને વિડીયો બનાવતો જોયો તો તેની પાસેથી ફોન ઝુંટવાની કોશિશ કરે છે. પરંતુ ડ્રાઇવર તેને તેવું કરવા દેતો નથી. તેથી પોલીસ ગુસ્સામાં આવી ડ્રાઇવરને બે તમાચા મારે છે. તેના લીધે ડ્રાઇવરનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે. અને કહે છે કૈસા માર રેલા હૈ યે હવાલદાર.

ટેક્સી ડ્રાઇવર કહે છે મેં કોઈ સિગ્નલ નથી તોડ્યું કોઈ ભૂલ નથી કરી તેમ છતાં તેણે મારા પર હાથ ઉઠાવ્યો છે. જો જોતામાં ડ્રાઇવરનો પારો ચડી જાય છે. ત્યારબાદ તે ગાડીને સાઈડમાં લઈ જવાને બદલે ડ્રાઇવર પોલીસને કહે છે કે ચાલ તને પોલીસ સ્ટેશન જ લઈ જાવ. થોડીવાર આગળ ચલા ગયા બાદ ગાડી સાઈડ પર રોકે છે અને પોલીસકર્મીને  બહાર બોલાવે છે. પોલીસ ખૂબ ડરી જાય છે અને તેને પોતાની ભૂલ સમજાય છે.

તે જ સમયે પોલીસ કરમી માફી માંગવા લાગે છે અને તેના પગ પકડવા લાગે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં આ વિડીયો લગભગ 40,000 લોકો સુધી પહોંચી ચૂક્યો છે. સાથે જ ઘણા લોકો ડ્રાઇવરના સપોર્ટમાં પોસ્ટ પર કમેન્ટ પણ કરી રહ્યા છે.