ભાભીનું થઈ ગયું મોયે મોયે: રીલ બનાવતી વખતે પગ નીચેથી સરકી ગઈ જમીન, જુઓ વિડીયો

Bhabhi Viral Video: રીલના ચક્કરમાં શરીર સાથે ક્યારેય ખીલવાડ ન કરવો જોઈએ. પરંતુ લોકો માનતા જ નથી. એવામાં એક મહિલા પણ રીલ બનાવવાના ચક્કરમાં (Bhabhi Viral Video) તળાવના કિનારે ઊંચાઈ પર ઉભી રહી પંચાયતના ગીત પર ડાન્સ કરી રહી હોય છે. પરંતુ અચાનક જ ડાન્સ કરતી વખતે ધરતી માતાને ગુસ્સો આવે છે અને જમીન સરકવા લાગે છે.

આની જાણ ડાન્સ કરી રહેલ મહિલાને ત્યારે લાગે છે જ્યારે તે જમીન સરકવાને કારણે સીધી નીચે પડી જાય છે. હવે 13 સેકન્ડની આ ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. જેની મજા લોકો લઈ રહ્યા છે.

પંચાયત વેબ સિરીઝના ત્રીજા સીઝનનું પ્રખ્યાત ગીત હિન્દ કે સિતારાને ગાયક મનોજ તિવારીએ અવાજ આપ્યો છે. જે ઇન્ટરનેટ પર રીલ બનાવતા લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય થયું છે. વાયરલ વીડિયોમાં આજ ગીત સાંભળવા મળી રહ્યું છે. આ ગીત પર મહિલા જોરદાર ડાન્સ કરી રહી છે.

પરંતુ પડતા પડતા પણ મહિલાનો જોશ હાઇ થઈ જાય છે. તે પડવા છતાં પણ ડાન્સ કરવા માંગતી હતી. જેના લીધે આ વાયરલ થયું છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાહ ભાભી વાહ

ભાભીના આ ડાન્સ વિડીયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિ લખે છે કે વાહ ભાભી વાહ. તો બીજો લખે છે કે આનાથી તો ભારે નુકસાન થઈ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે લીલ બનાવવામાં આ લોકો થોડું વધારે કરી રહ્યા છે. તો અન્ય એક વ્યક્તિ લખે છે કે આ પહાડનું નુકસાન કરી નાખ્યું.