હાડ ધ્રુજાવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ: ગુજરાતમાં 14થી 18 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો આગાહી

Gujarat Coldwave Forecast: રાજયભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે જેમા તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં (Gujarat Coldwave Forecast) ઘટાડો નોંધાયો છે તો નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે,લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નલિયામાં ઠંડી ઘડીને 6 ડિગ્રી નજીક પહોંચી
ગુજરાતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 13 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. મંગળવારે રાજ્યમાં 6.2 ડિગ્રીથી 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6.2 ડિગ્રી પહોંચી ગયો હતો. જ્યારે ઓખામાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો
ગાત્રો થીજવતી ઠંડીમાં ગુજરાતવાસીઓ ઠુંઠવાયા છે સાથે સાથે ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીની અસર જોવા મળી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદ 12.1 ડિગ્રી,ગાંધીનગર 11.2 ડિગ્રી,વડોદરા 11.4 ડિગ્રી,દ્વારકા 13.5 ડિગ્રી,ભુજ 10.8 ડિગ્રી,ડીસા 8.5 ડિગ્રી,વેરાવળ 15.3 ડિગ્રી,કંડલા 8.8 ડિગ્રી,નલિયા 6.2 ડિગ્રી,સુરત 15.9 ડિગ્રી,કેશોદ 11.4 ડિગ્રી,રાજકોટ 9.8 ડિગ્રી,ભાવનગર 13.8 ડિગ્રી,અમરેલી 12.0 ડિગ્રી,પોરબંદર 13 ડિગ્રી,મહુવા 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં કાતિલ ઠંડી યથાવત
ગુજરાતમાં ઠંડીએ લોકોને ઠુંઠવાયા છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે અમદાવાદમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના પાટનગરમાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 11.9 ડિગ્રી, મહુવામાં 12.5 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા
સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં ફરીથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડી યથાવત રહેશે
રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતમાં હજી પણ કાતિલ ઠંડીનું મોજું યથાવત રહેશે. ત્યારબાદ 2-3 ડિગ્રી તાપમાન ઉચકાવવાની હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરીથી ઠંડી વધશે.