ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લોન્ચ: 6.7 સેકન્ડમાં જ 100 kmphની સ્પીડ, જાણો કિંમત અને ફીચર્સ

Mahindra Electric SUV: મહિન્દ્રાએ તેની બે નવી ઇલેક્ટ્રિક SUVs BE6 અને XEV 9eના ટોપ-એન્ડ મોડલની કિંમત જાહેર કરી છે. બંને મોડલ ત્રણ વેરિઅન્ટમાં (Mahindra Electric SUV) ઉપલબ્ધ હશે: પેક વન, પેક ટુ અને પેક થ્રી. મહિન્દ્રાએ ગયા વર્ષે BE6 અને XEV 9e રજૂ કર્યા હતા, પરંતુ તે સમયે માત્ર નાના બેટરી પેકની કિંમતો જાહેર કરવામાં આવી હતી. હવે કંપનીએ આ બે SUVના ટોપ મોડલની કિંમતો જાહેર કરી છે.

મહિન્દ્રા XEV 9e ની 79 kWh બેટરીવાળા ફૂલ-લોડેડ પેક થ્રી વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 30.50 લાખ રાખવામાં આવી છે. તે જ સમયે, BE 6 ના ટોપ-સ્પેક પેક થ્રી ટ્રીમની એક્સ-શોરૂમ કિંમત 26.9 લાખ છે. જો કે, આ બંનેમાં હોમ ચાર્જરનો સમાવેશ થતો નથી. BE 6 અને XEV 9e પેક ટુની કિંમતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ કંપની ટૂંક સમયમાં તેને શેર કરશે.

બુકિંગ અને ડિલિવરી
– મહિન્દ્રા BE 6નું બુકિંગ 14મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેની ડિલિવરી માર્ચની શરૂઆતમાં શરૂ થશે.
– XEV 9e ના ટોપ-સ્પેક વેરિઅન્ટ માટે બુકિંગ પણ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ટેસ્ટ ડ્રાઈવ 14 જાન્યુઆરીથી તબક્કાવાર શરૂ થશે. તેની ડિલિવરી માર્ચ 2025માં શરૂ થશે.

બેટરી અને રેન્જ
– બંને SUV 59 kWh અને 79 kWh બેટરી વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, અને સંપૂર્ણ ચાર્જ પર 500+ કિલોમીટરની રેન્જ ઓફર કરે છે.
-કંપનીનો દાવો છે કે 175 kW DC ફાસ્ટ ચાર્જર વડે બેટરીને માત્ર 20 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ કરી શકાય છે.
-કંપની તેમના બેટરી પેક પર આજીવન વોરંટી આપી રહી છે.

સેફ્ટી અને ફીચર્સ
આ SUVમાં 7 એરબેગ્સ, લેવલ 2 ADAS સ્યુટ, 360-ડિગ્રી કેમેરા અને બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ જેવી સુવિધાઓ પણ છે.
ડિઝાઇનના સંદર્ભમાં, BE 6 અને XEV 9eને અત્યાર સુધીની સૌથી સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક કાર માનવામાં આવે છે, જે લક્ઝરી કાર સાથે સ્પર્ધા કરે છે.