ભારતનો એક એવો કિલ્લો જેમાં મફતમાં આજે પણ રહે છે હજારો લોકો, જાણો વિસ્તારથી…

Jaislmer Fort: ભારતમાં લાંબા સમય સુધી રાજા મહારાજાઓનું શાસન રહ્યું હતું. તેના કારણે આજે પણ ઘણા કિલ્લાઓ હયાત છે. કેટલાક મોટા છે તો કેટલાક નાના. પરંતુ મોટાભાગના કિલ્લાઓ રાષ્ટ્રીય ધરોહર બની ચૂક્યા છે અને તેમાં જવા માટે ટિકિટ લેવી (Jaislmer Fort) પડે છે. તેને દેખભાળ સરકાર કરે છે, જેનાથી આ પ્રાચીન ધરોહર ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી શકાય. પરંતુ શું તમે જાણો છો ભારતમાં એક એવો પ્રાચીન કિલ્લો છે, જેમાં હજારો લોકો આજે પણ રહે છે. નવાઈની વાત તો એ છે કે આ કિલ્લામાં રહેતા લોકો પાસે કોઈ ભાડું લેવામાં આવતું નથી. આ લોકોની પરંપરાઓ ખૂબ વિચિત્ર છે, આ લોકો લગ્નના કાર્ડ આપવાની સાથે સાથે તેઓ ઘરની દિવાલ પર જ કાર્ડની ચીતરે છે.

Instagram યુઝર શિવાંગી ખન્નાએ હાલમાં જ એક વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે ભારતના એકમાત્ર એવા કિલ્લા વિશે જણાવ્યું છે જેમાં આજે પણ હજારો લોકો વગર ભાડે અહીં વસવાટ કરી રહ્યા છે. આ શહેરનું નામ છે જેસલમેર. જ્યાં આ કિલ્લો આવેલો છે. કિલ્લાને સોનાર કિલ્લો પણ કહે છે. તેને ભારતનો એકમાત્ર લિવિંગ ફોર્ટ પણ કહેવામાં આવે છે. કારણ કે આ કિલ્લાની અંદર લગભગ 4000 લોકો રહે છે.

અહીંયા લગ્નના આમંત્રણ કાર્ડને દિવાલ પર દોરવામાં આવે છે. શિવાંગી વીડિયોમાં આ કિલ્લા વિશે ખૂબ રોચક વાતો જણાવી છે. તેણે જણાવ્યું કે આ કિલ્લામાં ભાંગ પીવી કાયદેસર છે. સૌથી મજાની વાત તો એ છે કે લોકો પોતાના ઘરની બહાર લગ્નનું કાર્ડ દોરાવે આવે છે. તે એક ઘરની સામે ઊભેલી છે જેમાં ગણપતિની છબી દોરેલી છે અને લગ્નની સમગ્ર જાણકારી લખેલી છે. કોઈપણ વ્યક્તિ આ કાર્ડને જુએ છે તે લગ્નમાં જઈ શકે છે. જેસલમેરને ગોલ્ડન સીટી પણ કહે છે. તમને જણાવી દઈએ કે જેસલમેરનો આ કિલ્લો 1156માં રાજા રાવલ જેસલે બનાવ્યો હતો.

વિડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને અત્યાર સુધી લગભગ છ લાખ લોકો જોઈ ચૂક્યા છે અને કમેન્ટ પણ કરી ચૂક્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે લગ્નના કાર્ડને દીવાલ પર પેન્ટ કરાવવું ખૂબ રોચક લાગી રહ્યું છે. એક વ્યક્તિએ લખ્યું કે ચિત્તોડગઢમાં પણ લોકો રહે છે. અને એક વ્યક્તિ લખે છે કે જેસલમેર તેની ફેવરિટ જગ્યા છે. અને એક વ્યક્તિ લખે છે કે રાજસ્થાનના ઘણા વિસ્તારમાં લગ્નના કાર્ડને પેઇન્ટિંગ કરવામાં આવે છે.