Madhya Pradesh Chori News: મધ્યપ્રદેશના ભોપાલના શાહપુરા વિસ્તારમાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. ત્યાં એક ચોર મહિલાઓના અંડર ગારમેન્ટ (Madhya Pradesh Chori News) અને કપડાં ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. તેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. તેમજ સ્થાનિક લોકોને આ ઘટનાથી ખૂબ આક્રોશ છે. તેમણે પોલીસ પાસે આરોપીને ટૂંક સમયમાં પકડવાની માંગણી કરી છે.
વીડિયોમાં એક યુવક હેલ્મેટ પહેરી સ્કુટી થી આવતો દેખાય છે. તે સ્કૂટીને ઘરની બહાર પાર્ક કરે છે અને પછી ઘરનો ગેટ ખોલી અંદર આવે છે. તે મહિલાઓના સુકાઈ રહેલા અન્ડરવેર પોતાના ખિસ્સામાં નાખી ચૂપચાપ ભાગી જાય છે
આ ઘટના બાદ કોલોનીની મહિલાઓ આઘાતમાં છે અને પોતપોતાના whatsapp ગ્રુપમાં વિડીયો મોકલી બધાને સતર્ક કરી રહી છે. આ ઘટના 7 જાન્યુઆરી 2025ની છે અને તેણે આ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. ત્રણ મહિના પહેલા પણ આ પ્રકારની ચોરીની એક ઘટના સામે આવી હતી. તે સમયે પણ ચોર મહિલાઓના અન્ડરવેર ચોરી કરી ગયો હતો. આ ઉપરાંત જુના ભઠ્ઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને મહિલાઓના કપડા ચોરતા પકડી પડાવ્યો હતો.
વિસ્તારમાં ભયનો માહોલ
આ માથા ભારે ચોરની હરકતથી શાહપુરા વિસ્તારની મહિલાઓમાં ડરનો માહોલ છે. મહિલાઓ હવે પોતાના ઘરની બહાર સુકવવા માટે નાખેલા કપડાં હવે બીજી જગ્યાએ સૂકવે છે.પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મહિલાઓએ કરી છે.
View this post on Instagram
સુરક્ષા અને સતર્કતાની જરૂરિયાત
આ ઘટના એવું પણ બતાવે છે કે આપણે પોતાની સુરક્ષા અને ઘરની વસ્તુઓને સંભાળીને રાખવાની જરૂરિયાત છે. એવામાં ચોરથી બચવા માટે લોકોને સતર્ક રહેવું પડશે અને જરૂર પડે પોલીસને જાણકારી આપવી પડશે. આ સાથે જ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરાની મદદથી અપરાધીઓને પકડવામાં આવે તે પણ જરૂરી છે. જેનાથી આવી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App