ભુજમાં 17 વર્ષના સગીરે મોબાઈલમાં ગેમ હારી જતા કર્યો આપઘાત; જાણો ચોંકાવનારો કિસ્સો

Bhuj Game Addiction: ભુજમાં મોખાણા ગામના 17 વર્ષીય કાર્તિક કાનજીભાઈ મેરિયાએ મોબાઈલમાં ઓનલાઈન ગેમમાં હારી જવાથી હતાશ થઈને નિંદામણ (Bhuj Game Addiction) બાળવાની ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ગેમમાં હારી જતા યુવકે મોતને વ્હાલું કર્યું
મોખાણા સ્થિત પોતાના ઘરે હતો ત્યારે મોબાઈલમાં કોઈક ગેમ રમતો હતો, જેમાં હારી જતાં હતાશ થયો હતો અને બાદમાં તેણે અંતિમ પગલું ભરતાં નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હતી.

બનાવની જાણ થતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ આદરી છે.

પરિવારમાં શોકનો માહોલ
મોબાઈલ ગેમમાં મળેલી હારને કારણે આવેશમાં આવીને નિંદામણ બાળવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ગંભીર હાલતમાં કિશોરને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

આજના સમયમાં બાળકોને જાણે કે મોબાઈલ ફોનને વશમાં કરી લીધા હોય તેવા કિસ્સાઓ અટકવવાનું નામ લઇ રહ્યા નથી.પરંતુ આવા કિસ્સો બાળકોના માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થાય છે