ભગવાન શિવનો સાક્ષાત્કાર: શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ આપોઆપ છપાઈ જાય છે રામ નામ

Ujjain Mandir: મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક ચમત્કારી ઘટનાનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક શ્રદ્ધાળુ ભગવાન શિવનો અભિષેક કરતાં દેખાઈ રહ્યા છે. કેટલાક શ્રદ્ધાળુઓના જળ અભિષેક દરમિયાન શિવલિંગ (Ujjain Mandir) પર રામ નામની આકૃતિ છપાઈ રહી છે. આ દ્રશ્ય શ્રદ્ધાળુ ઉપરાંત સોશિયલ મીડિયા પર જોનારા લોકોને પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

આ ઘટનાને લઈને જ્યારે મહાકાલેશ્વર મંદિરના પૂજારી પંડિત મહેશ શર્મા સાથે વાત કરવામાં આવી તો તેમણે ભગવાન શિવનો ચમત્કાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભગવાન શિવ પોતાની હાજરીનું પ્રમાણ સમયે સમયે આપતા રહે છે. આ વિડિયો પણ તેમના ચમત્કારી સ્વરૂપનું એક ઉદાહરણ છે. આ પહેલા પણ નંદીની પ્રતિમાનું દૂધ પીવું અને આંખોમાંથી આંસુ વહેવા જેવા ચમત્કાર જોવા મળ્યા છે.

શ્રદ્ધા અને ચમત્કારનો સંગમ
પંડિત મહેશ શર્માએ કહ્યું કે જે લોકો આ ઘટના પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમને મંદિર જઈને જાતે જ આ ચમત્કારને જોવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે અમારો વિશ્વાસ છે કે ભગવાન ત્રંબકેશ્વર અને અન્ય જ્યોતિર્લિંગ સ્વરૂપ દિવ્ય અને ચમત્કારી છે. જો કોઈ વ્યક્તિ આ ઘટનાને ફક્ત એક સંયોગ માને છે તો તેને પણ ચમત્કારનો અનુભવ કરવા માટે ઉજ્જૈન દર્શન માટે આવવું જોઈએ.

કાળભૈરવના મદિરા પાનનું રહસ્ય
પંડિત મહેશએ ઉજ્જૈનના અન્ય ચમત્કારો નો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીંયા ભગવાન મહાકાળની પૂજા સાથે દિવસની શરૂઆત થાય છે અને તેના સેનાપતિ કાળભૈરવનું મદિરા પાન આજે પણ એક રહસ્ય બન્યું છે. તેના પર વર્ષોથી શોધખોળ ચાલી રહી છે પરંતુ તે હજુ સુધી કોઈ સાબિત નથી કરી શક્યું કે ચડાવવામાં આવેલ મદિરા ક્યાં જાય છે?

આસ્થા વિજ્ઞાન પર ભારી નહીં
આ ચમત્કાર લોકોને ભક્તિ અને આસ્થા પ્રત્યે જૂકાવવાની પ્રેરણા આપી રહ્યો છે. ઉજ્જૈન જે ભગવાન મહાકાળની નગરી છે, વારંવાર આવી દિવ્ય ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ભક્તોનું કહેવું છે કે આ વિડીયો ભગવાન શિવની હાજરીનું પ્રમાણ છે અને તેની ભક્તિનું ફળ સ્વરૂપ આવો ચમત્કાર જોવા મળે છે. શ્રદ્ધાળુ તને ભગવાનનો આશીર્વાદ માની રહ્યા છે અને ઉજ્જૈનમાં આ ચમત્કારી ઘટના એને લઈને ભારે ઉત્સાહક છે. આપ  આને ચમત્કાર માનો કે સંયોગ, પરંતુ આસ્થા અને વિશ્વાસે ફરી એક વખત ભક્તોને ભગવાન શિવના મહિમા પર ભરોસો અપાવ્યો છે.