‘બહેન મારાથી ભૂલ થઈ ગઈ’, છોકરીએ લફંગાને રસ્તા પર જ સાબુ પાણી વગર ધોયો; જુઓ વિડીયો

Bharatpur Video Viral: રાજસ્થાનના ભરતપુરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક છોકરી એક છોકરા પર લાફાનો વરસાદ કરે છે. છોકરીનું કહેવું છે કે આ છોકરો તેને જોઈને આડી અવળી વાતો કરતો હતો. અશ્લીલ કમેન્ટ કરી યુવક સાયકલ (Bharatpur Video Viral) લઈને ભાગી રહ્યો હતો. છોકરીએ બહાદુરી બતાવતા તેનો પીછો કરી તેને પકડી પાડ્યો. ત્યારબાદ ત્યાં જ તેની ધોલાઈ કરી નાખી હતી. આસપાસ પસાર થઈ રહેલા કેટલાક લોકોએ તેનો વિડીયો મોબાઇલમાં ઉતારી લીધો હતો.

અંજલી શર્મા કે જે ગોપાલગઢની રહેવાસી છે તે એક કંપનીમાં નોકરી કરે છે. 8 જાન્યુઆરીની સવારે લગભગ 9:00 વાગે પગપાળા નોકરી પર જઈ રહી હતી. એવામાં કેતન ગેટ પાસે સાયકલ પર એક છોકરો આવ્યો અને તેને ખરાબ શબ્દો બોલવા લાગ્યો. ત્યારે અંજલિ ત્યાં જ રોકાઈ ગઈ. પરંતુ યુવક સાયકલ લઈને ભાગી ગયો હતો તે દરમિયાન તેણે તેનો પીછો કર્યો હતો.

અંજલીએ ત્યારબાદ રસ્તામાં એક બાઈક સવારને રોક્યો અને તેને સમગ્ર વાત જણાવી. અંજલીએ બાઈક સવારને કહ્યું કે મને તે સાયકલ પર જઈ રહેલા છોકરાનો પીછો કરવો છે. ત્યારબાદ અંજલિ બાઇક પર બેઠી અને સાઇકલ સવારે યુવકનો પીછો કર્યો. શહેરના ગોવર્ધન ગેટ પર અંજલીએ સાઇકલ સવાર યુવકને જોયો. અંજલીએ તેને પકડવા પ્રયત્ન કર્યો પરંતુ તે ઝડપથી સાયકલ હંકારી નીકળી ગયો.

છોકરીને સાયકલ સવારનો પીછો કરતા જોઈ રસ્તામાં જઈ રહેલા યુવકોએ સાયકલ સવાર છોકરાને પકડી પાડ્યો. ત્યારબાદ અંજલિ ત્યાં પહોંચી અને તે છોકરાને લાફાઓ વડે જોરદાર માર માર્યો હતો. ઘટનાને જોઈ સ્થળ પર ઘણા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. લોકોએ તેનો વિડીયો મોબાઇલમાં બનાવી લીધો હતો. આ દરમિયાન ત્યાં હાજર રહેલી ભીડે પણ તે છોકરા પર પોતાના હાથ સાફ કર્યા હતા.

અંજલીએ જણાવ્યું હતું કે મારકૂટ કર્યા બાદ યુવક ત્યાંથી ચાલ્યો ગયો. તે છોકરો ક્યાંનો છે શું કરે છે તેને મને કશી ખબર નથી. તેણે પોલીસમાં પણ કોઈ ફરિયાદ આપી નથી. અંજલીના પિતા ગજેન્દ્રકુમાર શર્મા ઓટો ચલાવે છે. માતા લોકેશ્વરીદેવી આંગણવાડીમાં આશા વર્કર છે