આ કારણોસર, મંથરાના કહેવા પર કૈકેયીએ ભગવાન રામ માટે માંગ્યો હતો વનવાસ

Ramayana Story: રામાયણની સૌથી મોટી ઘટના છે ભગવાન શ્રીરામનું દેવી સીતા અને લક્ષ્મણની સાથે વનવાસ જવું. રામાયણની કથા પ્રમાણે કૈકેયીની જીદ્દને કારણે જ ભગવાન રામને વનવાસ જવું પડ્યું હતું, પરંતુ આ એક દ્રશ્ય ઘટના છે. શ્રીરામના વનવાસની (Ramayana Story) પાછળ બીજા પણ કારણ હતા જેને એ વ્યક્તિ જ સમજી શકે છે જેને રામાયણગ્રંથને પૂરો વાંચ્યો હોય અને સમજ્યો હોય. આજે અમે રામ-સીતાના વનવાસ પાછળના એ કારણો જણાવીશું.

દેવતાઓની ઈચ્છાથી રામનો વનવાસ થયેલોઃ-
કૈકેયીએ હંમેશાં રામને પોતાના પુત્ર ભરતની જેમાં જ પ્રેમ કર્યો હતો. ક્યારેય પણ કૈકેયીએ રામની સાથે કોઈ ભેદભાવ કર્યો ન હતો. આ કારણ હતું કે જ્યારે રામના વનવાસ જવાની જાણ ભરતને થઈ ત્યારે તેને આશ્ચર્ય થયું હતું કે માતા કૈકેયી એવું કેવી રીતે કરી શકે છે. અને સત્ય એ પણ હતું કે કૈકેયીએ એ જાણી જોઈને કર્યું ન હતું. તેને આ કામ દેવતાઓએ કરાવ્યું હતું. આ વાત રામ ચરિતમાનસના આ દોહામાં બતાવી છે.

દેવોએ મંથરાની મતિ ભ્રમિત કરેલીઃ-
ભગવાન રામનો જન્મ રાવણના વધ કરવાના ઉદ્દેશ્યથી થયો હતો. જો રામ રાજા બની જાત તો દેવી સીતાનું હરણ અને ત્યારબાદ રાવણ વધનો ઉદ્દેશ્ય અધુરો રહી જતો. એટલા માટે દેવતાઓના અનુરોધથી દેવી સરસ્વતી કૈકેયીની દાસી મંથરાની બુદ્ધિ ભ્રમિત કરી દે છે. મંથરા આવીને કૈકેયીની કાન ભંભેરણી શરૂ કરી દે છે. મંથરા કૈકેયીને કહે છે કે, રામ જો રાજા બની ગયો તો કૌશલ્યાનો પ્રભાવ બની જશે અને તેને દાસીની જેમ રહેવું પડશે. આટલા માટે ભરતે રાજા બનવા માટે તારે હઠ કરવી જોઈએ.

કૈકેયી માગે છે પોતાના જૂના વચનઃ-
મંથરાની જીભેથી દેવી સરસ્વતી બોલી રહી હતી. એટલા માટે મંથરાની વાતો કૈકેયીની બુદ્ધિ ભ્રમિત કરવા માટે પર્યાપ્ત હતો. કૈકેયીએ પોતાને કોપ ભવનમાં બંદ કરી લે છે. રાજા દશરથ જ્યારે કૈકેયીને મનાવવા પહોંચે છે ત્યારે કૈકેયી દશરથ પાસે પોતાના વચનો માગે છે જેમાં ભરતને અયોધ્યાનો રાજા બનવાનું અને બીજું રામને 14 વર્ષના વનવાસનું વચન માગે છે. આ પ્રકારે રામે વનવાસ જવું પડ્યું હતું.

નારદમુનિએ લક્ષ્મજીથી અલગ થવાનો આપેલો શ્રાપઃ-
આ સિવાય જે કારણ હતું તેનો સંબંધ કે શ્રાપ સાથે છે. નારદમુનીના મનમાં એક સુંદર કન્યાને જોઈને લગ્ન કરવાની ઈચ્છા જાગી. નારદ મુનિ નારાયણની પાસે પહોંચ્યા અને હરિ જેવો ચહેરો માગ્યો. હરિનો અર્થ વિષ્ણુ પણ થાય છે અને વાનર પણ થાય છે. ભગવાને નારદને વાનરનું મુખ આપી દીધું એટલા માટે નારદ મુનિના લગ્ન ન થઈ શક્ય. ક્રોધિત થઈને નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો કે તમને દેવી લક્ષ્મીનો વિયોગ સહન કરવો પડશે અને વાનરની મદદથી જ તમારું તેમની સાથે ફરી મિલન થશે. આ શ્રાપને કારણે રામ-સીતાનો વિયોગ થયો હતો એટલા માટે રામે વનવાસ જવું પડ્યું હતું.

રામે પોતાના જન્મ મુખ્ય હેતુ સિદ્ધ કરવો હતોઃ-
પાંચમું અને સૌથી મોટું કારણ સ્વયં ભગવાન શ્રીરામ હતા. તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું છે કે ‘होइहि सोइ जो राम रचि राखा।’ અર્થાત્ ભગવાન રામની ઈચ્છા વગર કઈ જ થતું નથી. ભગવાન રામે સ્વયં પોતાની લીલાને પૂરી કરવા માટે વનમાં જવા માગતા હતા કારણ કે વનમાં તેમને હનુમાન સાથે મળવું હતું. શબરીનો ઉદ્ધાર કરવો હતો. ધરતી ઉપર ધર્મ અને મર્યાદાની શીખ આપવી હતી. એટલા માટે જન્મ પહેલાં જ રામ આ બધુ નક્કી કરી ચૂક્યા હતા કે તેમને વનમાં જવાનું છે અને પૃથ્વી ઉપર પાપનો ભાર ઓછો કરવાનો છે.