છોકરાએ કહ્યું: પપ્પા ન હોય ત્યારે કાકા આવે છે, પતિ અને દિયર બંને સાથે મજા કરતી મહિલા

Devar Bhabhi Affair News: એક મહિલા પોતાના બીમાર પતિ અને ત્રણ બાળકોને મૂકી પોતાના દિયર સાથે ફરાર થઈ ગઈ છે. આ ઘટના ખૂબ ચોકવનારી છે (Devar Bhabhi Affair News) કારણ કે લગ્નના 15 વર્ષ બાદ મહિલા અને પોતાના દિયર સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણે પ્રેમમાં પોતાનો જીવન સાથી માની લીધો.

મુજફ્ફરપુર ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની છે. મહિલાએ પોતાના પરિવારની કોઈ ચિંતા કર્યા વગર તેના દિયરને સાથી બનાવી લીધો અને પરિવારને છોડીને ભાગી ગઈ હતી. મહિલાએ ભાગતા પહેલા ઘરેથી ઘરેણા પણ ચોરી કર્યા હતા અને 14 ડિસેમ્બરના રોજ પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ પીડીત પતિ  મૂનેશ્વર રાયએ આ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશનમાં આપી અને આરોપી દીયર હીરા કુમાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

છ વર્ષના દીકરાએ ફોડ પાડ્યો
મુનેશ્વર રાયએ જણાવ્યું હતું કે તેના લગ્ન 2009માં સીતામઢીના ટીકોલી ગામની રહેવાથી ચાંદનીકુમારી સાથે થયા હતા. તે પોતે મુંબઈમાં એક ટ્રક ડ્રાઇવરનું કામ કરતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તેની તબિયત ખરાબ હોવાને કારણે તે ઘરે જ રહેવા લાગ્યો.

આ દરમિયાન તેની પત્ની અને દિયર વચ્ચે હવે સંબંધનો ખુલાસો થયો. તેના છ વર્ષના છોકરાએ તેને ઘણી વખત જાણકારી આપી હતી. છોકરાએ કહ્યું કે જ્યારે પપ્પા ઘરે ન હોય ત્યારે હીરા કાકા આવતા હતા અને મમ્મી સાથે ગંદુ કામ કરતા હતા.

15 વર્ષનું લગ્નજીવન એક ઝાટકામાં ખતમ
મૂનેશ્વરે પોતાની પત્નીને તેના વિશે સમજાવી હતી, પરંતુ મહિલાએ તેની વાત ન માની હતી અને આ સંબંધ ચાલુ રાખ્યો હતો. 14 ડિસેમ્બરના રોજ મહિલાએ પોતાના દિયર સાથે ભાગવાનો નિર્ણય કર્યો અને તે ઘરેથી નીકળી ગઈ. વિવિધ પતિનું કહેવું છે કે તેને લગ્નના 15 વર્ષ થઈ ગયા હતા અને ત્રણ નાના બાળકો છે, પરંતુ મહિલાના આ પગલાં એ તેના પરિવારને તોડી નાખ્યો હતો. બાળકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.