Stock Market Crash: શેરબજારમાં ફરી એકવાર રોકાણકારો નિરાશ થયા કેમ કે વેપાર માટેના નવા અઠવાડિયાની શરૂઆત જ ખરાબ રહી છે. સોમવારે શેરબજાર (Stock Market Crash)માં જોરદાર કડાકો બોલાયો. સેન્સેક્સ મોટા કડાકા સાથે 834 પોઈન્ટ ઘટીને 76,567 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ ખુલતાની સાથે જ 247 પોઈન્ટ તૂટ્યો હતો.
કયા શેરમાં ઉથલપાથલ મચી?
ઉલ્લેખનીય છે કે માર્કેટ ઓપન થાય તે પહેલા જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા ઘટાડાના સંકેતો મળી ગયા હતા. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે પણ શેરબજારના ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંને કડાકા સાથે બંધ થયા હતા. જોકે આજે બજારમાં કડાકા વચ્ચે ઝોમેટોના શેર સૌથી વધુ તૂટ્યા, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને HDFC બેંકના શેરમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી.
સેન્સેક્સ મોટા ઘટાડા સાથે ખુલ્યો
સોમવારે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 76,629.90 પર ખુલ્યો જે તેના અગાઉના બંધ 77,378.91 થી 749.01 પોઈન્ટ ઘટીને 76,535 ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ તેના અગાઉના 23432.50 ના બંધ સ્તરથી નીચે આવીને 23195.40 પર ખુલ્યો અને થોડી જ વારમાં તે 247 પોઈન્ટ ઘટીને 23172.70 સુધી પહોંચી ગયો હતો.
શુક્રવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ હોવા છતાં આઇટી શેરોમાં વધારો જોવા મળ્યો, પરંતુ આ વધારો ઘટતા બજારને સંભાળી શક્યો નહીં. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીથી પણ બજાર પર દબાણ વધ્યું. શુક્રવારે BSE સેન્સેક્સ 77,682 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, પરંતુ અંતે તે 241.30 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 77,378.91 પર બંધ થયો હતો. સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ ગયા અઠવાડિયે શુક્રવારે વધારા સાથે ખુલ્યો અને થોડા સમય પછી તે રેડ ઝોનમાં આવી ગયો હતો. અંતે ઇન્ડેક્સ 95 પોઈન્ટ અથવા 0.4 ટકા ઘટીને 23,431 પર બંધ થયો હતો.
આ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો
સોમવારે શેરબજારમાં આવેલા ભારે શરૂઆતના ઘટાડા વચ્ચે સૌથી વધુ તૂટેલા શેરોમાં ઝોમેટો લગભગ 2 ટકા, એશિયન પેઇન્ટ્સ (1.70 ટકા), ટાટા મોટર્સ (1.50 ટકા), અદાણી પોર્ટ્સ (1.40 ટકા), HDFC બેન્ક (1.40 ટકા) , રિલાયન્સ (1.20 ટકા) ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કંપનીઓમાં AWL શેર (6.79 ટકા), કલ્યાણ જ્વેલર્સ શેર (5.16 ટકા) અને RVNL શેર (4.55 ટકા) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.શેરબજારમાં ફરી એકવાર રોકાણકારો નિરાશ થયા કેમ કે વેપાર માટેના નવા અઠવાડિયાની શરૂઆત જ ખરાબ રહી છે. સોમવારે શેરબજાર (Stock Market Crash)માં જોરદાર કડાકો બોલાયો. સેન્સેક્સ મોટા કડાકા સાથે 834 પોઈન્ટ ઘટીને 76,567 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ ખુલતાની સાથે જ 247 પોઈન્ટ તૂટ્યો હતો.
કયા શેરમાં ઉથલપાથલ મચી?
ઉલ્લેખનીય છે કે માર્કેટ ઓપન થાય તે પહેલા જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા ઘટાડાના સંકેતો મળી ગયા હતા. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે પણ શેરબજારના ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંને કડાકા સાથે બંધ થયા હતા. જોકે આજે બજારમાં કડાકા વચ્ચે ઝોમેટોના શેર સૌથી વધુ તૂટ્યા, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને HDFC બેંકના શેરમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી.
સેન્સેક્સ મોટા ઘટાડા સાથે ખુલ્યો
સોમવારે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 76,629.90 પર ખુલ્યો જે તેના અગાઉના બંધ 77,378.91 થી 749.01 પોઈન્ટ ઘટીને 76,535 ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ તેના અગાઉના 23432.50 ના બંધ સ્તરથી નીચે આવીને 23195.40 પર ખુલ્યો અને થોડી જ વારમાં તે 247 પોઈન્ટ ઘટીને 23172.70 સુધી પહોંચી ગયો હતો.
શુક્રવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ હોવા છતાં આઇટી શેરોમાં વધારો જોવા મળ્યો, પરંતુ આ વધારો ઘટતા બજારને સંભાળી શક્યો નહીં. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીથી પણ બજાર પર દબાણ વધ્યું. શુક્રવારે BSE સેન્સેક્સ 77,682 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, પરંતુ અંતે તે 241.30 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 77,378.91 પર બંધ થયો હતો. સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ ગયા અઠવાડિયે શુક્રવારે વધારા સાથે ખુલ્યો અને થોડા સમય પછી તે રેડ ઝોનમાં આવી ગયો હતો. અંતે ઇન્ડેક્સ 95 પોઈન્ટ અથવા 0.4 ટકા ઘટીને 23,431 પર બંધ થયો હતો.
આ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો
સોમવારે શેરબજારમાં આવેલા ભારે શરૂઆતના ઘટાડા વચ્ચે સૌથી વધુ તૂટેલા શેરોમાં ઝોમેટો લગભગ 2 ટકા, એશિયન પેઇન્ટ્સ (1.70 ટકા), ટાટા મોટર્સ (1.50 ટકા), અદાણી પોર્ટ્સ (1.40 ટકા), HDFC બેન્ક (1.40 ટકા) , રિલાયન્સ (1.20 ટકા) ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કંપનીઓમાં AWL શેર (6.79 ટકા), કલ્યાણ જ્વેલર્સ શેર (5.16 ટકા) અને RVNL શેર (4.55 ટકા) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App