Bihar Crime News: બિહારના ભાગલપુરમાંથી એક ખોફનાક ઘટના સામે આવી છે. અહીંયા બોયફ્રેન્ડ સાથે શાહકુંડ પહાડ પર ફરવા ગયેલી છોકરીને ત્રણ હેવાનોએ (Bihar Crime News) પોતાની હવાસનો શિકાર બનાવી હતી. એક આરોપીની ઓળખ કરી તો ગામના લોકોએ તેને પકડી પાડ્યો હતો.
પરંતુ તેના સાથીદારો તેને છોડાવી લઈ ગયા હતા. આ ઘટના શાહકુંડ મુખ્ય પહાડ પર રવિવારે સાંજે 5:00 વાગે બની હતી. ઘટનાને લઇ પીડીતાએ જણાવ્યું હતું કે અમે લોકો શાહકુંડ પહાડ પર સાથે ફરવા માટે ગયા હતા, જ્યાં અચાનક ત્રણ લોકો આવી ગયા અને પ્રેમીને બંધક બનાવી લીધો. પછી તેની સાથે આ ત્રણેયએ ગેંગરેપ કર્યો હતો.
વિરોધ કર્યો તો બંનેને માર્યા અને મોબાઈલ તેમજ 5000 રૂપિયા લઇ ફરાર થઈ ગયા. શાહકુંડમાં પોતાના સંબંધીઓને આ ઘટનાની જાણકારી આપી તો એક વ્યક્તિએ instagram માં યુવકની તસ્વીર બતાવી, પીડીતાએ આ તસવીરને જોઈ તેને ઓળખી લીધો હતો.
પોલીસ સ્ટેશનની બહાર પરિવારજનોનો હંગામો
ત્યારબાદ એક પક્ષના લોકોએ પૂછપરછ માટે આરોપીને પકડ્યો, પરંતુ તેના સાથીદારો તેને છોડાવીને લઈ ગયા હતા. ત્યારબાદ ઘણા લોકોનું ટોળું પ્રેમીપ્રેમિકાને લઈ શાકુંડ પોલીસ સ્ટેશન પર ભેગા થઈ ગયા હતા અને દરવાજા પાસે જ હંગામો કર્યો હતો. પ્રેમિકાએ સામૂહિક બળાત્કારની જાણકારી પોલીસને આપી. ત્યારબાદ પોલીસ અધિકારી હોય તેની વાત સાંભળી હતી.
શું કહ્યું અધિકારીઓએ?
કપલ નાથનગર ના ચંપાનગરનું રહેવાસી છે અને આરોપી સ્થાનિક હોવાની વાત જણાવી રહ્યા છે. એક અધિકારીઓ જણાવ્યું કે દુષ્કર્મની ઘટના સામે આવી છે અને ઘટનાની તપાસ કરી આરોપી પર કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. કે જેણે આ પહાડ પર આ ગંદુ કામ કર્યું હતું. તે ભાગલપુરના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App