અમરેલીમાં દીપડાની દેહશત: સાત વર્ષની દીકરી પર હુમલો કરતા નીપજયું મોત

Amreli Lepord Attack News: અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા વખતથી દીપડાનો આતંક સામે આવી રહ્યો છે. રહેણા વિસ્તારમાં દીપડાના વધતા પગ ફેરાથી (Amreli Lepord Attack News) લોકોમાં ભયનો માહોલ છવાયો છે. એવામાં ફરી એક વખત માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે એક દીપડાએ સાત વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું મૃત્યુ થયું છે.

આ બાળકીને જાફરાબાદની સરકારી હોસ્પિટલને લાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ તેમજ ભાવેશ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ચિત્રાસર ગામમાં વાડીએથી પાછી ફરતી વખતે સાત વર્ષની દીકરી પર દીપડાએ હુમલો કર્યો હતો. રીપ્લાય સાત વર્ષની દીકરીના ગળાના ભાગે પકડી લીધી હતી. ગળાનો ભાગ હોવાને લીધે બાળકીનું ઘટના મોત થયું હતું. બાળકી તેમજ બાળકીનો પરિવાર ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવતું હતું.

આ ઉપરાંત આ ખેત મજૂર પરિવારની દીકરી નું મોત થતાં વન વિભાગ દ્વારા ઓછામાં ઓછા સમયમાં બાળકીના પરિવારજનોને સરકાર દ્વારા દસ લાખ રૂપિયાની સહાય મળે તે બાબતે વિનંતી કરી હતી. વન વિભાગ એ પણ પાંજરું મુકી સાત થી આઠ ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે પ્રયત્નો હાથ ભર્યા છે.