Rajkot Viral Video: રાજકોટ શહેરમાં જાણે કે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તે પ્રકારની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકળંગ ટી સ્ટોલ (Rajkot Viral Video) ખાતે 15 જાન્યુઆરી 2025ની રાત્રે પેટ્રોલ બોમ્બ જેવા જ્વલનશીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ ફેંકી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 326 (G), 115 (2), 62 સહિતની કલમ હેઠળ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જુઓ તો ખરા! અસામાજિક તત્વોનો આંતક
પોલીસને આપેલી ફરિયાદમાં જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડે જણાવ્યું છે કે, જયદેવ રામાવત પાન મસાલા લેવા માટે તેમને ત્યાં આવ્યો હતો. ત્યારે તેના દ્વારા 100 રૂપિયાની લેતીદેતી મામલે માથાકૂટ કરવામાં આવતી હતી. ત્યારે જિલ્લાભાઈ ભરવાડે જયદેવ રામવતને માથાકૂટ ન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ જયદેવ રામાવત દ્વારા ટી સ્ટોલ તેમજ પાનના ગલ્લા ખાતે લગાડવામાં આવેલ સીસીટીવી ફૂટેજ જોવા દેવા બાબતે જીદ કરી હતી.
તેમજ ત્યારબાદ જયદેવ રામાવત દ્વારા ઉગ્ર ચાલી કરી ઝપાઝપી પણ કરવામાં આવી હતી. તો સાથે જ પાનની દુકાન ખાતે કામ કરનારા સાહિલને ઢીકા પાટુનો માર પણ માર્યો હતો. તેમજ થોડીવાર બાદ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ બે એક્ટિવામાં આવી કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલ સળગતી બોટલ ટી સ્ટોલ ખાતે ફેંકી હતી. તેમજ ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.
— jaydeep shah (@jaydeepvtv) January 16, 2025
ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરવામાં આવી
મીડિયા સાથેની વાતચીતમાં ટી સ્ટોલ સંચાલક જગદીશભાઈએ જણાવ્યું હતું કે, બનાવની રાત્રે આરોપી નશાની હાલતમાં જોવા મળ્યો હતો. તેના દ્વારા પાન મસાલાની ખરીદી કરવામાં આવી હતી. તેમજ ત્યારબાદ પોતાના દ્વારા વધુ રૂપિયા આપવામાં આવ્યા છે તેમ કહી માથાકૂટ કરવામાં આવી હતી. અમારા દ્વારા તેને પૈસા પણ પરત આપી દેવામાં આવ્યા હતા તેમ છતાં તેના દ્વારા ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરવામાં આવી હતી.
. પેટ્રોલની બોટેલ જમીન પર પટકાતા જ ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. નોંધનીય છે કે, ઘટનાને 24 કલાક ઉપર વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીઓની ઓળખ કરી તેમને પકડી શકી નથી. બનાવ બન્યો ત્યારથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App