ગુજરાતના વાતાવરણમાં ફેરફાર: લોકો માટે હાશકારાજનક આગાહી, જાણો અગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ

Gujarat Cold Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે ઠંડી પવન સાથે કાતિલ ઠંડી પડે તેવી આગાહી (Gujarat Cold Forecast) કરવામાં આવી છે. 5થી વધુ શહેરોનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જાય તેવી પણ શક્યતાઓ છે. જોકે આગામી 3 દિવસ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કચ્છમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

18 તારીખ પછી પવનની ગતિમાં પણ ઘટાડો થઈ શકે
જો કે, હવામાન વિભાગે 18 તારીખને લઈને કહ્યું કે, આ તારીખે ઠંડીમાં આંશિક રાહત મળે તેવી સંભાવનાઓ છે. આ દરમિયાન તાપમાન 1થી2 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. આ 18 તારીખ પછી પવનની ગતિમાં પણ ઘટાડો થઈ શકે છે. જો કે, 18 તારીખ પછી ઝાંકળ પડશે તેવું લાગી રહ્યું છે.

જોકે, આખા રાજ્યમાં તેનો પ્રભાવ જોવા નહીં મળે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાંકળો પડી શકે છે. એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાકળ જોવા મળી શકે છે.

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાયા
નોંધનીય છે કે, હજી થોડા દિવસ ઠંડી રહેશે તો શિયાળું પાકને ફાયદો થશે તેવું ખેડૂતોનું માનવું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાયા છે. જેના કારણે ઠંડી વધારે લાગી રહી છે. શહેરી વિસ્તરો કરતા ખુલ્લો વિસ્તાર હોવાના કારણે ગામડાંઓમાં ઠંડીનું જોર વધારે હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જો ઠંડીમાં ઘટાડો નહીં થાય તો આગામી સમયમાં પાકને કેવી અસર થશે તે જોવું રહ્યું!