Ambalal Patel Predicts: સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે, ગુજરાતમાં હવે પવનની દિશા બદલાઈ ગઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ત્યારે હવે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું (Ambalal Patel Predicts) હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે જોઈએ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલે આપી આ આગાહી
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે. જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.”
માવઠું થવાની શક્યતાઓ
અંબાલાલ પટેલે માવઠા અંગેની વાત કરતા જણાવ્યું છે કે, “27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે.”
ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે
અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, “અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે. હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે. જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App