Stock Market: આજે, 20 જાન્યુઆરીએ, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે, સેન્સેક્સ 100 પોઈન્ટની તેજી સાથે 76,720ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી (Stock Market) પણ 10 પોઈન્ટની તેજી છે, તે 23,210ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં તેજી છે અને 7માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 36માં તેજી છે અને 15 ઘટી રહ્યા છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં તમામ સેક્ટરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. પ્રાઈવેટ બેન્કિંગ સેક્ટર સૌથી વધુ 1.42%ની તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.
એશિયન બજારોમાં તેજી
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 1.29% અને કોરિયાનો કોસ્પી 0.076%ની તેજી છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.45%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.
NSEના ડેટા અનુસાર, 17 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 3,318.06 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 2,572.88 કરોડના શેર ખરીદ્યા હતા.
17 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 0.78%ના ઉછાળા સાથે 43,487 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.00% વધીને 5,996 પર બંધ થયો. નેસ્ડેક ઇન્ડેક્સમાં 1.51%ની તેજી રહી.
સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ IPO માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ
સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO માટે બિડિંગનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોમાં આ IPO કુલ 32.23 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં આ ઈસ્યુ સૌથી વધુ 31.22 ગણો સબસ્ક્રાઈબ થયો. આ સાથે, તે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 0.31 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 77.16 ગણો સબસ્ક્રાઇબ થયો.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા શુક્રવારે એટલે કે 17 જાન્યુઆરીએ સેન્સેક્સ 423 પોઈન્ટ ઘટીને 76,619ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 109 પોઈન્ટ ઘટીને 23,201ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં તેજી અને 14માં ઘટાડો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 29માં તેજી અને 21 ડાઉન હતા. જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ રહ્યો હતો. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં ખાનગી બેન્કિંગ સેક્ટર સૌથી વધુ 2.17% ઘટ્યું હતું.
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા એશિયન બજારોમાં તેજી
શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 સોમવારે લાભ સાથે ખુલવાની ધારણા હતી. કારણ કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા એશિયન બજારોમાં તેજી રહી હતી જ્યારે અમેરિકન શેરબજારો તેજી સાથે બંધ થયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App