Ambalal Patel Prediction: બે દિવસ બાદ ગુજરાત રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. જેમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તેમજ 10.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું (Ambalal Patel Prediction) સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તથા અમદાવાદમાં 17 અને ગાંધીનગરમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન વહી રહ્યો છે.
હાલમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે
ગુજરાતમાં હાલ શિયાળો ગાયબ થયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઉંચકાયું છે. જેના કારણે ઠંડક ઓછી થઈ છે. ગુજરાતમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ તરફની થઈ છે. પવનની દિશા બદલાવવાને કારણે ગતિ પણ ઓછી થઈ છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે આજથી ગુજરાતના હવામાનમાં પલટાની સાથે માવઠું અને હાડ થીજવતી ઠંડી અંગેની પણ આગાહી કરી છે.
30 જાન્યુઆરીના વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળશે અને 21થી 30 જાન્યુઆરીના વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે અને હળવું માવઠું થવાની શક્યતાઓ પણ છે.”
માવઠાની શક્યતાને લઈ ખેડૂતોની ચિંતા વધશે
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, “જાન્યુઆરી મહિના અંતમાં હવામાનમાં વારંવાર પલટો આવશે. જેના કારણે અમુક વિસ્તારમાં હળવા વરસાદ થવાની શક્યતા છે. જોકે, ભેજવાળું વાતાવરણ કે વરસાદ થાય તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. માવઠાની શક્યતાને લઈ ખેડૂતોની ચિંતા વધશે.”
હવામાન વિભાગે આપી આ આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં જણાવ્યુ છે કે, “હાલ જે ફેરફાર દેખાય રહ્યા છે એટલે કે પવનની દિશા બદલાઈ ગઈ છે, તાપમાન ઊંચુ જતુ રહ્યુ છે આ પાછળનું કારણ એન્ટિ સાયક્લોન છે. એન્ટિ સાયક્લોન હાલ ગુજરાતથી ઉત્તર પૂર્વ દિશા તરફ છે. હાલ આ એન્ટિ સાયક્લોન નબળું પડી રહ્યું છે અને હજી પણ નબળું પડતાં પડતાં આગળ નીકળી જશે. તે પછી ફરીથી હવામાન બદલાવવાનું છે.”આ સાથે તેમણે જણાવ્યુ છે કે, “22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે. 22થી શરૂ થયેલો આ રાઉન્ડ 28મી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવવાની છે. ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. જે બાદ ઠંડી ચાલુ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App