રાજકોટમાં ફરી જામશે ક્રિકેટનો જંગ: 28મીએ ભારત-ઇંગ્લેન્ડની ટી-20 મેચને લઇ SCAની તડામાર તૈયારી…

India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીથી પાંચ મેચની ટી20 સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ સિરીઝની (India vs England) ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે.

SCA દ્વારા ટિકિટના ભાવ 1500થી લઇ 7000 સુધી રાખવવામાં આવ્યા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે 28 જાન્યુઆરીના રોજ રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 મેચને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આવતીકાલ એટલે કે 22 જાન્યુઆરીથી દર્શકો ટિકિટ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. SCA દ્વારા ટિકિટના ભાવ 1500થી લઇ 7000 સુધી નક્કી કરવામાં આવ્યા છે. દર્શકો બુકમાય શો પર ઓનલાઇન બુકિંગ કરાવી શકશે.

ટિકિટની કિંમત ત્રણ અલગ-અલગ પાર્ટમાં નક્કી કરવામાં આવી
ઇસ્ટ સ્ટેન્ડ:
લેવલ 1, 2 અને 3 માટે ટિકિટનો દર: ₹1,500
વેસ્ટ સ્ટેન્ડ:
લેવલ 1 માટે ટિકિટનો દર: ₹2,000
લેવલ 2 માટે ટિકિટનો દર: ₹2,500
લેવલ 3 માટે ટિકિટનો દર: ₹2,500
કોર્પોરેટ બોક્સ માટે ટિકિટનો દર: ₹7,000

સાઉથ પેવેલિયન:
લેવલ 1 માટે ટિકિટનો દર: ₹7,000
લેવલ 2 માટે ટિકિટનો દર: ₹2,500
લેવલ 3 માટે ટિકિટનો દર: ₹3,000
કોર્પોરેટ બોક્સ માટે ટિકિટનો દર: ₹7,000

રંગીલા રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્ર ભરના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ
ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત 11 જાન્યુઆરી 2013નાં રોજ રાજકોટની મહેમાન બની હતી, જેમાં વનડે મેચમાં ભારત સામે 325 રન બનાવી વિકેટ ગુમાવી નહોંતી. જ્યારે ભારતીય ખેલાડીઓ 9 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 316 રન બનાવતા ઇંગ્લેન્ડ ટીમે 9 રનથી જીત હાસિલ કરી હતી. ત્યારે હવે આગામી 28 જાન્યુઆરીના રોજ ફરી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવા જઇ રહેલ મેચથી રંગીલા રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્ર ભરના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.