Crane Agency News: સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન બંધ ટોઈંગ ક્રેન પેટે કરોડોનું પેમેન્ટ ચૂકવીને આચરવામાં આવેલ ભ્રષ્ટાચારમાં જાગૃત નાગરિક (Crane Agency News) સંજય ઇઝાવા દ્વારા કરેલ ફરિયાદ ખુબ મોટા પાયે વિવાદ થયું હતું. કોવિડ પછી વર્ષ 2021 અને 2024માં એજન્સીના રૂપિયા 26 લાખ 38 હજાર 483 અલગ-અલગ દંડ પેટે કાપી હાલ ટેન્ડર નિયમોનું પાલન કરી રહ્યા છે સુરત પોલીસ.
સુરતમાં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને કરોડોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ સ્થળે ફરિયાદ કરવામાં આવેલ હતી. આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના IPS અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુમ્બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ.પી. ચોહાણની સંડોવણી હોવાથી તપાસ અધિકારી અધિક પોલીસ કમિશ્નરશ્રી શરદ સિંઘલ આઈ.પી.એસ. દ્વારા બંને અધિકારીઓને બચાવીને આ આરોપમાં ભ્રષ્ટાચાર થયો નથી એવો રીપોર્ટ પણ કરી દેવામાં આવેલ છે. સુરત પોલીસ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહી કરતા હાલ આ મેટરમાં ACB તપાસની માંગણી સાથે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં હિયરીંગ હેઠળ છે.
વર્ષ ૨૦૨૦ માં ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલના આખા વર્ષમાં કોઈ દંડ કે પેનલ્ટી કાપ્યા વગર પૂરે પૂરું પેમેન્ટ આપી દેવામાં આવેલ હતું. લોકડાઉનમાં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ ચુકવવામાં આવેલ, અને આઈ ફોલો કેમ્પૈન દરમિયાન ટોઈંગ બંધ રાખવામાં આવેલ હોવા છતાં તમામ ક્રેનોનું પૂરે પૂરુ ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. આ તમામ મુદાઓ હાઇકોર્ટમાં ફરિયાદમાં શામિલ કરવામાં આવેલ હોવાથી વર્ષ 2021થી 2024 દરમિયાન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવેલ છે. ટોઈંગ ક્રેનમાં ઓછા મજૂર રાખવામાં આવેલ હોય તો પણ દંડ કરવામાં આવેલ છે, જે દિવસ ક્રેન બંધ હોય એનું પણ ભાડું કાપી લેવામાં આવેલ છે, ટોઈંગ ક્રેનની લઘુતમ કામગીરી ન કરી હોય તો પણ દંડ કરવામાં આવેલ છે, અને નિયત સમય મર્યાદાથી ઓછી સમય કામગીરી કરવામાં આવેલ હોય તો પણ દંડ વસુલ કરવામાં આવેલ છે.
જાન્યુઆરી-2021થી ડિસેમ્બર- 2021 સુધી રૂ. 18 લાખ 13 હજાર 800 તથા જાન્યુઆરી-૨૦૨૨ થી ડિસેમ્બર- 2022 સુધી રૂ. 6 લાખ 75 હજાર 899 તથા જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધી રૂ. મળીને રૂ. 2 લાખ 2હજાર 584 તથા જાન્યુઆરી 2024થી ઓક્ટોબર 2024 સુધી રૂ1 લાખ 46હજાર 200 મળીને ફૂલ રૂ. 26 લાખ 38 હજાર 438 દંડ પેટે 4 વર્ષ માં કાપી લેવામાં આવેલ છે. જયારે વર્ષ 2020 માં દંડ પેટે કાપવામાં આવેલ રકમ શૂન્ય હતી.
ઉપરાંત વર્ષ 2021 થી 2024 દરમિયાન આઈ ફોલો કેમ્પૈન દરમિયાન 16 પૈકી 8 ક્રેન બંધ રાખીને ભાડું પણ બચાવી લીધું છે. એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ પછી આજે સુરત પોલીસ દ્વારા જનતાના લાખો રૂપિયાની બચત કરાવવામાં સફળ થયેલ છે. વધુમાં સંજય ઇઝાવા દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર પુરવાર કરાવી યોગ્ય સજા અપાવવાની કોશિશ ચાલુ રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App