ગુજરાત ATSનું મેગા એક્શન: ખંભાતમાંથી 1000000000 રૂપિયાનું ડ્રગ્સનું રો-મટિરિયલ જપ્ત, જાણો વિગતે

Gujarat Drugs Case: ગુજરાત એટીએસ અને એસઓજીએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી એક કંપની જેનું નામ ગ્રીનલાઈક કંપનીમાં રેડ પાડી હતી. જેમાં અનેક પ્રકારની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રમાં ડ્રગ્સનો (Gujarat Drugs Case) સામાન મળી આવ્યો હતો. મુખ્ય વાત એ છે કે, ગ્રીનલાઈફ કંપની એ દવા બનાવતી કંપની છે. પરંતુ ડ્રસનો સામાન મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અહીં રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ સાથે 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ડ્રગ્સના માફિયાઓ પર અત્યારે ગુજરાત એટીએસ લાલ આંખ
મહત્વની વાત એ છે કે, ATSએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાંથી 100 કરોડના ડ્રગ્સ સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમની અત્યારે પુછપરછ કરવામાં આવી રહીં છે. ડ્રગ્સના માફિયાઓ પર અત્યારે ગુજરાત એટીએસ લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. અહીંથી પણ એક કરોડનું ડ્ર્ગ્સ મળી આવવાની આશંકાઓ છે. એટીએસની ટીમે અહીં સર્ચ ઓપરેશન દરમિયાન કંપનીના માલિકો, ભાગીદારો અને કંપનીમાં કામ કરતા લોકો સાથે પણ પુછપરછ કરવામાં આવી છે.

ATS ની ટીમને 18 કલાકના ઓપરેશન બાદ મોટી સફળતા
સોખડા GIDCની ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં ATS ની ટીમે રેડ પાડી હતી જેમાં 18 કલાકના ઓપરેશન બાદ મોટી સફળતા મળી છે. રેડ દરમિયાન સામે આવ્યું કે, આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ હતું. એટલું જ નહીં પરંતુ ઘેનની ગોળીઓના રો-મટીરિયલની આડમાં ડ્રગ્સ બનાવતા હોવાનું પણ સામે આવ્યું.

આ મામલે ગુજરાત ATSની ટીમે 6 લોકોને ઝડપ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સાથે જોડાયેલા હોઈ શકે. અહીં ખંભાતમાં ડ્રગ્સને તૈયાર કરવામાં આવે અને અન્ય જગ્યાએ મોકલાતું હતું. જેનો ગુજરાત ATSની ટીમે પર્દાફાશ કર્યો છે.

સોખડા GIDCમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા
ગુજરાતમાં અત્યારે સરકારના આદેશ પ્રમાણે એટીએસ દ્વારા અનેક સ્થળોએ રેડ પાડવામાં આવી છે અને ડ્રગ્સ માફિયા પર છાપા માર્યાં છે. મહત્વની વાત છે કે, ખંભાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યું છે. આજે બપોરે 12 કલાકે એટીએસ પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે. સોખડા GIDC વિસ્તાર આવેલી ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ નામની કંપનીમાં ATSએ દરોડા પાડ્યાં હતાં. હવે તેમાં અનેક વિગતો સામે આવશે. જો કે, કેટલું ડ્રગ્સ ઝડપાયું છે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો પરંતુ એક કરોડનું ડ્રગ્સ મળી આવવાની આશંકા છે.