સુરતની ખૌફનાક ઘટના CCTVમાં કેદ: દવાખાનામાં ઘુસી ડૉક્ટર પર કર્યો એસિડ એટેક

Surat Doctor Attack: સુરતના ગોડાદરા વિસ્તારમાં ચોકાવનારી ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર પર એક ઇસમે ક્લિનિકમાં આવીને જવલનશીલ પ્રવાહી ફેક્યું હતું. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ડોક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં (Surat Doctor Attack) આવ્યા હતા બીજી તરફ આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનામાં ડોક્ટર ઇજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં રાત્રી દરમ્યાન આ ઘટના બની હતી. ગોડાદરા વિસ્તારમાં દવાખાનું ચલાવતા ડોક્ટર ક્લિનિક પર હાજર હતા ત્યારે એક ઇસમ ક્લિનિકમાં આવ્યો હતો અને ડોક્ટર પર જવલનશીલ પ્રવાહી ફેક્યું હતું. આ ઘટનામાં ડોક્ટર ઇજાગ્રસ્ત થયા હતા. ડોક્ટરએ તે ઈસમને ધક્કો મારીને ક્લિનિક માંથી બહાર કાઢ્યો હતો જે બાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા
ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, પીળા રંગનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક દોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે. શખ્સે ગણતરીની સેકન્ડોમાં ડૉક્ટર પર એસિડ ફેંક્યો. આ હુમલા બાદ ડૉ. બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ ડૉક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે.

આસપાસથી લોકોનું ટોળું દોડી આવ્યું
ડોક્ટરની મદદની બુમોથી ત્યાં આસપાસ લોકો એકઠા થઇ ગયા હતા બીજી તરફ ઇજાગ્રસ્ત ડોક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ગોડાદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.