Surat Alpesh Donda Arrest: સુરત કુખ્યાત વિરોધ નોંધાય ત્રણ ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરોધ ખંડણીનો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પીરિયામાં ભાજપના ચિન્હ અને સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના (Surat Alpesh Donda Arrest) કાર્ય કરવાની છાપ ઊભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોના રૂપિયા પડાવ્યા હતા.
તેમજ પત્રકારો અને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા પરંતુ આખરે ડોંડા બંધોનો પાપનો ઘડો ભરાઈ ગયો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરોધ ત્રણ ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. PIના જણાવ્યા અનુસાર લલિત ડોંડા પર 12 ગુના અને અલ્પેશ ડોંડા પર 8 ગુનાઓ અગાઉ નોંધાય ચુક્યા છે.
પોલીસે લલિત ડોંડાના ભાઈ અલ્પેશની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા બંધુએ ધમકી આપી અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે 6,35,000 પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે, પાર્કિંગ સંચાલક મનોજ વિરડીયા પાસે અલ્પેશ ડોંડાને 10,000 તેમજ લલિત દંડાને 25000 દર મહિને આપવા પડશે.
જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરાવવામાં આવશે એવો પ્રયત્ન નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે 6,35,000 જેવી માતબર રકમ ટુકડે ટુકડે ડોંડા બંધુને આપી હતી.
જોકે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા બંધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાર્કિંગ સંચાલકમાં હિંમત આવતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવીને અંતે ડોંડા બંધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેઈલ અને ખંડણી કરી પત્રકારના નામને ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે. જોવાનું એ રહેશે મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી બહાર છે ત્યારે તેને ક્યારે પોલીસ પકડમાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App