પોર્ટમાં નોકરી કરતાં કર્મચારીએ 15 વર્ષની સગીરાનો નગ્ન વિડીયો ઉતારી કરી બ્લેકમેલ, જાણો સમગ્ર મામલો

Andhra Pradesh Crime News: વિશાખાપટ્ટનમ  ભીમિલી સીઆઈ સુધાકરે જણાવ્યું હતું કે શનિવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જેણે તેના સંબંધોનો (Andhra Pradesh Crime News) લાભ ઉઠાવી અશ્લીલ વીડિયો બનાવ્યા હતા અને તે મારફતે તેઓને બ્લેકમેલ કરતો હતો.

ગયા વર્ષે ઓક્ટોબર-2024માં થાગરાપુવાલા વિસ્તારના વલંદાપેટની એક ખાનગી શાળાની શિક્ષિકા (33) અને તેની પુત્રી (15) તેમના સંબંધી ગોરકા જાનકી રાવ (56) ના ઘરે ગયા હતા, જે ગજુવાકાના જગ્ગુ સેન્ટરમાં બંદરમાં કર્મચારી હતા.

તે સમયે, તેણે છુંપી રીતે તેના ફોનથી રૂમમાં છોકરીના કપડાં બદલતા વિડીયો બનાવી લીધો હતો, તેણે આ વિડીયો તેની માતાને બતાવ્યો હતો અને તેને વિડીયો ના આધારે બ્લેકમેલ કરીને વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ નરાધમે તેની ની માતા પાસે થી કુલ 5.60 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આટલુ જ નહીં, તેણે છોકરીની માતાનું પણ શારીરિક શોષણ કર્યું હતુ. પૈસા અને શારીરિક સુખ-સુવિધાઓ માટે ત્રાસ ખૂબ વધી જતાં, પીડિતાએ તેના પતિ અને પરિવારને આ બાબત જણાવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. POCSO કેસ નોંધીને તપાસ હાથ ધરતા CI સુધાકરે આરોપીની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો.