Talimpura Accident: મુજફરપુરના મીનાપુર અંતર્ગત આવતા તાલીમપુર પાસે એક શિક્ષક અને શિક્ષિકા શાળાએ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે અચાનક એક ઝાડ તૂટી પડ્યું અને તેમની બાઈક પર પડ્યું હતું. જેના કારણે શિક્ષિકા વિશાખા કુમારીનું (Talimpura Accident) મૃત્યુ થઈ ગયું છે. જ્યારે બાઈક ચલાવી રહે શિક્ષક ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. જેમને નાજુક પરિસ્થિતિમાં ગામના લોકો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ શિક્ષકની ઓળખ શિવરાહના ફૂલબાબુ રાયના રૂપે થઈ છે. તેમજ શિક્ષિકા ઉત્તર પ્રદેશની રહેવાસી હતી.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને શિક્ષકો પોતાની બાઈક દ્વારા જઈ રહ્યા હતા. તેમાં સામેની બાજુથી એક ટ્રક આવી રહ્યો હતો. સામેથી આવી રહેલ ટ્રક રોડ પર રહેલા એક ઝાડ સાથે અથડાય છે અને ઝાડ તૂટી રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક પર પડે છે.
मध्य विद्यालय तालीमपुर, मीनापुर (मुजफ्फरपुर) के शिक्षक का विद्यालय जाने के क्रम में पेड़ की डाल गिरने से दर्दनाक मौत। शिक्षिका का नाम विशाखा जो UP की रहने वाली है तथा दूसरे शिक्षक का नाम फूलबाबू राय है जो शिवराहां, मझौलिया के हैं। 😭 pic.twitter.com/rx7vRyv5jj
— Educators of Bihar (@BiharTeacherCan) January 27, 2025
ઘટનાની તપાસમાં જોડાઈ પોલીસ
મળતી જાણકારી અનુસાર બંને લોકો બિહારના સરકારી સ્કૂલના શિક્ષક હતા. ઘટનાની જાણકારી મળી કે તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગામજનો સાથે મળીને ઘાયલ શિક્ષકને ઈલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલમાં ઘાયલ શિક્ષકનો ઈલાજ ચાલી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App