Prayagraj Train Attack: ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં ઉપદ્રવીઓએ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં ઉપદ્રવીઓએ પથ્થર મારો અને તોડફોડ પણ કરી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Prayagraj Train Attack) થઈ રહ્યો છે. આ મામલો ઝાંસી રેલવે વિભાગના હરપાલપુર સ્ટેશનનો જણાવવામાં આવી રહ્યો છે. હુમલા દરમિયાન ટ્રેનની અંદર રહેલા યાત્રીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. આ ઉપદ્રવીઓએ ટ્રેનમાં ઘૂસવાની કોશિશ કરી સાથે જ ટ્રેનના ગેટ અને બારીઓ તોડી નાખી હતી.
કયા કારણે થયો ટ્રેન પર પથ્થરમારો?
વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસીથી ચાલીને પ્રયાગરાજ જનારી ટ્રેન નંબર 11801 પર પથ્થરમારો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હરપાલપુર રેલવે સ્ટેશનમાં મોટી સંખ્યામાં યાત્રિકો પ્રયાગરાજ જવા માટે ભેગા થયા હતા. પરંતુ ટ્રેનની અંદર પહેલેથી હાજર યાત્રિકોએ ટ્રેનનો દરવાજો ખોલ્યો ન હતો. આ વાતને લઈ રેલવે સ્ટેશન પર રહેલી ભીડ ભડકી ઉઠી હતી અને પથ્થર મારો અને તોડફોડ શરૂ કરી હતી. પથ્થર મારાને કારણે યાત્રિકોની ચીસો પડી ગઈ હતી. ટ્રેનની અંદર મહિલા બાળકો તમામ લોકો હાજર હતા, જે મહા કુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા.
महोबा में देर रात्रि महाकुंभ स्पेशल ट्रेन में तोड़फोड़
यात्रियों पर पथराव कर किया जानलेवा हमला
वीरांगना लक्ष्मीबाई से चलकर प्रयागराज जा रही थी ट्रेन
यात्रियों ने वीडियो किया वायरल,यात्रियों में मची चीख पुकार
हरपालपुर रेलवे स्टेशन का मामला pic.twitter.com/n4w0z7X6i9
— Vineet G 🇮🇳 (@aapka_vineet) January 28, 2025
મોઢા પર બાંધ્યું હતું કપડું
ટ્રેન ઝાંસીથી પ્રયાગરાજ જઈ રહી હતી, પરંતુ જ્યારે ટ્રેન એમપીના હરપાલપુર સ્ટેશનમાં પહોંચી તે જગ્યાએ ટ્રેન ઉભી હતી, તો કેટલાક લોકો ત્યાં આવ્યા. જેના બાદ તેમણે પથ્થરમારો કર્યો અને સાથે જ યાત્રિકોને ઈજા પહોંચાડવાની કોશિશ કરી. તેના મોઢા પર કાપડ બાંધેલા હતા તેની સંખ્યા 8 થી 10 જણાવવામાં આવી રહી છે. હાલમાં સીસીટીવી ફૂટેજ ના આધારે આ લોકોની શોધખોળ ચાલી રહી છે.
ટ્રેનમાં ઘૂસવાની કોશિશ કરી
ઉપદ્રવીઓએ ટ્રેનમાં ઘૂસવા માટે પૂરી કોશિશ કરી, પરંતુ લોકોએ સમય સૂચકતા દાખવી ટ્રેનના દરવાજા બંધ કર્યા હતા. જેના કારણે વધારે લોકોને ઈજા પહોંચી ન હતી. આ ઘટના ગઈકાલે રાત્રે 10 થી 11 વાગ્યા વચ્ચે બની હતી.
જ્યારે આ ઘટના ઘટી તો તે મામલે એક્શન લેવામાં આવ્યું હતું. ટ્રેનને તરત જ રવાના કરવામાં આવી હતી. જે લોકો સ્ટેશન પર હતા, તેમણે જે વિડીયો બનાવ્યા છે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App