Salangpurdham Decoration: સાળંગપુરધામ સ્થિત પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અમાસના પવિત્ર દિવસે પ્રયાગરાજ મહાકુંભ મેળાની ભવ્ય ઝાંખી (Salangpurdham Decoration) પ્રસ્તુત કરવામાં આવી. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિરમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું.
મહાકુંભ મેળાની ભવ્ય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી
29 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:45 કલાકે શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા અને પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી. આ પ્રસંગે મહાકુંભ મેળાની વિશેષ ઝાંખી રજૂ કરવામાં આવી, જે હિંદુ ધર્મની અનોખી પરંપરાનું પ્રતીક છે.
આ વિશેષ આયોજનમાં હજારો ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો, જ્યારે અનેક ભક્તોએ મંદિરની યુટ્યુબ ચેનલ મારફતે ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો. આ રીતે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ધાર્મિક વિધિઓનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
View this post on Instagram
મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર
કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. દર 12 વર્ષે ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે.
ત્યારે આજે અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાના મંદિરમાં મહાકુંભમેળાની ઝાંખી રજુ કરાઈ છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હોવાનું સામે આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App