Mahakumbh Accident: પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર અને બસ સામસામે અથડાતાં દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનામાં કાર સવાર (Mahakumbh Accident) 3 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. જ્યારે કાર સવાર અન્ય 3 લોકોની હાલત ગંભીર છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું પડીકું વળી ગયું હતું.
6 લોકો કાર દ્વારા મહાકુંભ માટે નીકળ્યા હતા
એક અઠવાડિયા પહેલા વેગેનાર કારથી 6 લોકો પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા માટે નીકળ્યા હતા. સ્નાન બાદ શ્રદ્ધાળુ પોતાની કારમાં સવાર થઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. કારને સંજયસિંહ ચલાવી રહ્યા હતા. તેમના પરિવારના સભ્યો તેમ જ મિત્રો કારમાં હતા.
રાત્રે લગભગ 11:00 વાગે કાર દ્વારા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. લગભગ 3:00 વાગ્યે સતહરિયા પોલીસ ચોકી પાસે પહોંચ્યા હતા કે સામેથી આવી રહેલી ખાલી બસ સાથે તેમનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાલના ચિથડા ઉડી ગયા હતા. કાલ સવાર તમામ લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા.
ભારે જેહમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા
તીવ્ર અવાજ અને ચીસો સાંભળી પોલીસ સ્ટેશનના અધિકારી ગંગા સાગર મિશ્રા ત્યાં પહોંચ્યા અને સ્થાનિક લોકો સાથે મળી કારમાં ફસાયેલા લોકો અને કટર દ્વારા કાર કાપીને બહાર કાઢ્યા હતા. કાર સવાર તમામ ઘાયેલોને સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ કાર ડ્રાઇવર સંજયસિંહ, બિંદુ સિંહ અને વિમલાદેવીને મૃત જાહેર કર્યા છે.
આ દુર્ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલ વિધાવતી, કિરણ દેવી, મહેશ તિવારી ગંભીર રીતે ઘાયલ થયા છે. ડોક્ટરોએ જિલ્લાની મોટી હોસ્પિટલમાં જવા માટે કહ્યું છે. આ દુર્ઘટના બાદ રસ્તા પર ખૂબ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
પોલીસે પરિવારજનોને જાણકારી આપી લાશને પોસ્ટમોટમ માટે મોકલી દીધી છે. પોલીસ અધિકારી વિનોદકુમાર મિશ્રના જણાવ્યા અનુસાર બસ અને શ્રદ્ધાળુઓથી ભરેલી કારની ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લોકોને ગંભીરિજાઓ પહોંચી છે જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App