ગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર: શિયાળો હજુ ગયો નથી…

Gujarat Weather Forecast: ગુજરાતમાં બે ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થયા બાદ બુધવારે ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. બુધવારના દિવસે ઠંડીનો ચમકારો (Gujarat Weather Forecast) રહ્યો હતો. નલિયામાં ફરીથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. જોકે, બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાનું હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.

નલિયામાં તાપમાન 4 ડિગ્રી ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યું
ગુજરાતમાં થોડા દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં 10 ડિગ્રીથી લઈને 20.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 24 કલાકમાં 4 ડિગ્રી તાપમાન ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 11.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું બીજું સૌથી નીચા તાપમાન વાળું શહેર રહ્યું હતું.

અમદાવાદમાં બે ડિગ્રી ઠંડી વધુ
ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો રહેતા તેની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ગગડીને 14.7 ડિગ્રી પર રહ્યું હતું. જે પહેલા 16.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં બે ડિગ્રી તાપમાન ઘટીને 12.2 ડિગ્રી રહ્યું હતું. જોકે, બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો.

આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય
ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં મીશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસોમાં વાતાવરણણાં કોઈ મોટો ફેરફાર નહીં નોંધાય. આગામી દિવસોમાં તાપમાન યથાવત રહેશે.

માવઠાનો ખતરો ટળ્યો
રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળી ગયું છે. હાલ સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી ગઈ છે. આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળશે.2 અને 3 ફેબ્રુઆરીએ હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી હતી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ છે. અમદાવાદનું 15.9 ડિગ્રી, જયારે કેશોદમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા જોવામાં આવી રહી છે. હાલ ઉત્તર પશ્ચિમી પવનની દિશા છે.

અંબાલાલ પટેલે કરી આ આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવામાનમાં મોટા ફેરફાર થશે અને તારીખ 2, 3, 4 ફ્રેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, પંચમહાલ, લીમખેડા, મહેસાણા સહિત વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વધુમાં કહ્યું કે, આગામી 3થી 5 ફેબ્રુઆરી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનને કારણે માવઠાની શક્યતા છે. માવઠાની સૌથી વધુ તિવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં દેખાશે સાથો સાથ વાવ-થરાદ, બનાસકાંઠા અને મહેસાણાને કમોસમી વરસાદ પ્રભાવિત કરશે.