Pondicherry Birthday News: એક નાની બેદરકારીને કારણે 6 વર્ષની બાળકીએ પોતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન જ જીવ ગુમાવ્યો છે. આ ઘટના તમિલનાડુની છે. તમિલનાડુના (Pondicherry Birthday News) મરકનમ પાસે એક રિસોર્ટ આવેલો છે,
જ્યાં પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે આખો પરિવાર ગયો હતો. ઉજવણી દરમિયાન સ્વિમિંગ પૂલમાં ડુબવાને કારણે 6 વર્ષની બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસે ગુરુવારના રોજ જાણકારી આપી હતી.
ભાઈ સાથે સ્વિમિંગ પૂલમાં રમી રહી હતી બાળકી
પોલીસે જણાવ્યું કે છોકરી પોતાના માતા પિતા અને દસ વર્ષના ભાઈ સાથે રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં રમી રહી હતી. ત્યારબાદ છોકરીની માતા તને રૂમમાં લઈ ગઈ પરંતુ છોકરી ફરી પાછી આવી અને લપસીને સ્વિમિંગ પૂલમાં પડી ગઈ. પોલીસે આગળ જણાવ્યું કે સ્વિમિંગ પૂલ પાસે ઉભેલા સુરક્ષા ગાડે બાળકીને બચાવી અને તેને પોંડીચેરી નજીક ગણપતિ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટરએ બાળકીને મૃત જાહેર કરી છે.
રજાઓ માં પોંડીચેરી ગયો હતો પરિવાર
પોલીસના અનુસાર તેઓએ કેસ નોંધી લીધો છે. છોકરીના પિતા સુશાંત થોબલ ઉત્તરાખંડના રહેવાસી છે અને બેંગ્લોરમાં નોકરી કરે છે. તેઓ 26 જાન્યુઆરીના રોજ રજા દરમિયાન પોંડીચેરી ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App