હાઇવે પર ઉભા રહેલા ટ્રકમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, CCTVમાં કેદ થઈ ભયાનક ઘટના

Cylinder Blast News: તમિલનાડુના સેલમ જિલ્લાથી એક ડરાવનારો વિડિયો સામે આવી રહ્યો છે. CCTVમાં કેદ થયેલ આ ઘટનામાં ઓમલુરમાં એક મોટી દુર્ઘટના (Cylinder Blast News) થતા થતા રહી ગઈ છે, રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ટ્રકમાં એક સિલિન્ડરમાં અચાનક આગ લાગી ગઈ અને તે ફાટી ગયો હતો.

આ ઘટના ચીનમપટ્ટીમાં એ સમય થઈ જ્યારે 4 લેન હાઇવેનું કામકાજ ચાલી રહ્યું હતું. આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ રોડ પર સફેદ પટ્ટાઓ દોરવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઘટના સમયે ટ્રકમાંથી આગની જ્વાળા નીકળતા જોઈ મજૂરો પહેલા આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ બ્લાસ્ટ તથા તે સ્થળેથી દૂર ભાગી પોતાનો જીવ બચાવી લે છે.

અધિકારીઓએ ઘટનાની તપાસ આદરી
સદનસીબે આ દુર્ઘટના વખતે આ વિસ્તારમાં ટ્રાફિક ઓછો હતો. જેનાથી કોઈ જાન માલનું નુકસાન થયું નથી. આ ઘટનાની CCTV ફૂટેજ સામે આવી છે, જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા દેખાઈ રહ્યો છે. સિલિન્ડર બ્લાસ્ટ થતાની સાથે જ આગ અચાનક ફેલાઈ ગઈ પરંતુ કોઈ તેની ઝપેટમાં આવ્યું ન હતું.

સિલિન્ડર ફાટવા પહેલા એક વ્યક્તિ આગ ઓલવવા માટે આગળ વધતો દેખાઈ રહ્યો છે, પરંતુ તરત જ તે ત્યાંથી ભાગી ગયો હતો. તેમજ રોડ પર ટ્રાફિક પણ ઓછો દેખાઈ રહ્યો છે. જેનાથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. અધિકારીઓએ પોતાની ગંભીરતાને જોતા આ મામલે તપાસ શરૂ કરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા માટે વધારે સુરક્ષા ઉપાયો અપનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.