Mahakumbh 2025: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. ભોજન વ્યવસ્થા માટે ઘણી જગ્યા પર ભંડારાનું (Mahakumbh 2025) આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ આયોજન વચ્ચે એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈ લોકો દુઃખી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી મહાકુંભમાં આવનારા ભક્તજનો માટે આયોજન કરવામાં આવેલા ભંડારામાં ભોજન પ્રસાદમાં રાખ ફેંકી દે છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસકર્મી પર કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસકર્મી થયો સસ્પેન્ડ
ભંડારામાં ભોજન પ્રસાદમાં રાખ મેળવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે યુપી પોલીસે પણ એક્શન લીધી છે. આ કૃત્ય કરનાર પોલીસવાળાની ઓળખ વ્રજેશકુમાર તિવારી તરીકે થઈ છે. ગુરુવારે પોલીસ ઉચ્ચ અધિકારી કુલદીપસિંહ ગુણાવતએ આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે.
સામે આવ્યો વિડિયો
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં જોઈ શકાય છે કે ચૂલા પર બની રહેલ ભંડારાના ભોજનમાં એક પોલીસ અધિકારીએ રાખ ફેંકી દીધી છે. વીડિયો સામીએ આવ્યા બાદ આ ઘટનાને શરમજનક ગણવામાં આવી છે અને પોલીસકર્મી પર સખત કાર્યવાહી કરવાની માંગણી થઈ રહી છે.
ये दुर्भाग्यपूर्ण है कि जो लोग महाकुंभ में फँसे लोगों के लिए भोजन-पानी की व्यवस्था कर रहे है उनके सद्प्रयासों के ऊपर राजनीतिक विद्वेषवश मिट्टी डाल दी जा रही है।
जनता संज्ञान ले! pic.twitter.com/LTwwKbBwO5
— Akhilesh Yadav (@yadavakhilesh) January 30, 2025
આ ઘટના અંગે યુપી પોલીસે લખ્યું હતું કે આ ઘટનાની નોંધ લેવામાં આવી છે અને તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને સપા પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ X પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, જે લોકો મહાકુંભમાં ફસાયેલા છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે તેના આ પ્રયાસો ઉપર રાજનીતિક વેરઝેર રાખી આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App