Cyber Crime News: ગુજરાત CIDની સાઇબર ક્રાઇમ ટીમએ બુધવારે મહારાષ્ટ્રના થાણેથી મીરારોડ પરથી પાંચ લોકોની ધરપકડ કરી છે. આ લોકો કથિત રીતે શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપવાના નામે લોકોને ઠગવા માટે એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી (Cyber Crime News) રહ્યા હતા.
સાયબર ક્રાઇમ સેલએ ત્યારે તપાસ શરૂ કરી જ્યારે બે ભોગ બનેલા વ્યક્તિઓ કે જેવો સુરેન્દ્રનગરના અશોક પટેલ અને રાજપીપળાના કલ્યાણી પાટીલે ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાં મોહમ્મદ જહીદ શેખ, શકીલ ચૌહાણ, ફેઝાન ચૌહાણ, મોહમ્મદ જુનેદ શેખ અને રમીઝ સામેલ છે. આ તમામ આરોપીઓ મૂળ મહેસાણાના રહેવાસી છે.
ચીટરોએ આવી રીતે ચોપડ્યો ચૂનો
પીડિતોએ પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ ખુદને એક શેરબજાર વિશેષજ્ઞ કંપનીમાં દલાલ જણાવી તેમનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં 35,000 જેવી નાની રકમનું રોકાણ કરવા માટે મનાવી લીધા. ત્યારબાદ આરોપીઓએ તેમને વધારે પૈસા રોકવા માટે કહ્યું, જેનાથી તેમણે કુલ 9.5 લાખ રોકાણ કર્યું હતું. CID તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ રોકાણ કરેલી ધન રાશી આપવાની ના પાડી હતી, જેનાથી તેમને ખબર પડી હતી કે તેઓ ચીટીંગનો શિકાર થયા છે.
ડમી સીમકાર્ડ વાપરતા હતા ભેજાબાજ
સાયબર ક્રાઇમ ટીમએ આરોપીઓના મોબાઈલ ફોન ટ્રેક કર્યા અને જાણવા મળ્યું કે તેમણે ગેરકાયદે ડમી સીમ કાર્ડ મેળવી આ ઘટનાને અંજામ આપ્યો છે. મીરા રોડ પર આવેલા એક ફ્લેટમાં રેડ પડી અને આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 5 લોકો પાસે 13 મોબાઈલ ફોન, 4 ડેબિટ કાર્ડ અને એ નંબરો નું લિસ્ટ પણ મળ્યું હતું કે જેઓને આગળ શિકાર બનાવવાના હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App