ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ ભવનમાં થશે લગ્ન, જાણો કોણ છે એ નસીબદાર વ્યક્તિ

Wedding in Rashtrapati Bhavan: કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સ|(CRPF) માં આસિસ્ટન્ટ  કમાન્ડરના પદ પર ફરજ બજાવી રહેલ મધ્ય પ્રદેશના શિવપુરીની દીકરી (Wedding in Rashtrapati Bhavan) પૂનમ ગુપ્તાના વિવાહની શરણાઈ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં વાગશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભવનમાં પહેલી વખત કોઈ દંપત્તિ સાત ફેરા લેશે.

પૂનમ ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસરના પદ પર રહેતા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સુરક્ષામાં ફરજ બજાવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં સેવા આપી રહેલ અસ્સીસ્ટન્ટ કમાન્ડર અવિનાશકુમાર સાથે પૂનમ લગ્ન સંબંધે બંધાશે. તેમના લગ્ન 12 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

આસિસ્ટન્ટ પૂનમના પિતા શિવપુરીની શ્રી રામ કોલોનીમાં રહે છે. તે નવોદય વિદ્યાલયમાં નોકરી કરી રહ્યા છે.

પૂનમના સૌમ્ય વ્યવહાર અને મૃદુવાણી તેમજ કર્તવ્ય નિષ્ઠાથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ દ્રોપદી તેમને આમંત્રણ આપ્યું છે. જ્યારે પૂનમનો સંબંધ નક્કી થયાના સમાચાર રાષ્ટ્રપતિ શ્રીને મળ્યા તો તેમણે રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન પરિસરમાં તેના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હવે કેટલાક ખાસ મહેમાનો ની હાજરીમાં આ લગ્ન 12 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થશે.